ચંદીગઢથી લખનૌ જનારી ઈન્ડિગો ફ્લાઈટ નંબર 6E146 કેન્સલ કરવામાં આવી છે, કારણકે ટેક ઓફ સમયે પ્લેનમાં ટેકનિકલ ખામી આવી ગઈ હતી. જેથી પ્લેનને ટેક ઓફ કરતા રોકવામાં આવી હતી. ફ્લાઈટ સવારે 8 વાગ્યે ચંદીગઢથી લખનૌ માટે ઉડાન ભરવાની હતી. પરંતું ટેક ઓફ ન થતા તમામ મુસાફરોને રન વે પર સુરક્ષિત ઉતારી મુકાયા છે. અને તાત્કાલિક બીજી ફ્લાઈટ શેડ્યૂલ કરવા ્થવા તો રિફંડ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. 


અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનામાં થયેલા 241 લોકોના મૃત્યુ બાદ બાદ ફ્લાઈટના ઉડાનમાં ખુબ સાવચેતી રાખવામાં આવી રહી છે. લોકોમાં હવે વિમાન મુસાફરીનો ડર ઘુસી ગયો છે. 




  • Follow us on: