ફ્લાઇટ નંબર 6E 3074 શિલોંગ જવા માટે રવાના થવાની હતી, પરંતુ ઉડાન પહેલા જ બોમ્બની ધમકી મળતાં અફરાતફરી મચી ગઈ. સાવચેતીના પગલાં તરીકે તમામ મુસાફરોને તાત્કાલિક વિમાનમાંથી ઉતારી લેવામાં આવ્યા.

કોલકાતા એરપોર્ટ પર શું થયું?

આ મામલે એરપોર્ટ ડિરેક્ટરે નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે વિમાનમાં બોર્ડિંગ પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે ક્રૂ મેમ્બર ને એરક્રાફ્ટના ટોયલેટમાં કાગળનો એક ટુકડો મળ્યો. તેમાં લખેલું હતું કે વિમાનમાં બોમ્બ છે. આ માહિતી મળતા જ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા અને વિમાનની સઘન તપાસ શરૂ કરવામાં આવી.

આ પહેલીવાર નથી કે કોઈ વિમાનને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હોય

આ પહેલીવાર નથી કે કોઈ વિમાનને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હોય. અગાઉ પણ અનેક એરલાઇન્સને આવી ધમકીઓ મળી ચૂકી છે. કેટલાક કેસોમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવી પડી હતી તો કેટલાકમાં એરપોર્ટ પર જ સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરવામાં આવ્યા હતા. જોકે, મોટાભાગના મામલાઓમાં આવી ધમકીઓ અફવા સાબિત થઈ છે.

પહેલાં પણ આવી ઘટનાઓ બની હતી

આ પહેલાં પણ કોલકાતા એરપોર્ટ પર Turkish Airlinesની એક ફ્લાઇટની ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવી હતી. જણાવ્યા મુજબ ઉડાન દરમિયાન વિમાનમાંથી ધુમાડો નીકળવાની માહિતી મળતાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. તે સિવાય મહારાષ્ટ્રના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બે વિમાનોના વિંગ અથડાયા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી, જોકે બંને વિમાનોમાં મુસાફરો હાજર હતા.

આ પણ વાંચો: Aurangabad Tragedy: કેવો હોય છે ઝેરનો સ્વાદ? 5 સગીરાઓએ કર્યા પારખા 4નાં કરૂણ મોત