આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. 27 સપ્ટેમ્બર 2014ના PM મોદીએ વિશ્વભરમાં યોગ દિવસ મનાવવાનો પ્રસ્તાવ રાખ્યો. ત્યારબાદ 21 જૂને international yoga day મનાવવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો. ત્યારબાદ 11 ડિસેમ્બર 2014ના સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 193 સભ્યો અને 173 સહ-પ્રાયોજક દેશોની સર્વસંમતિથી સંયુક્ત રાષ્ટ્રના એ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી જેમાં 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાનો પ્રસ્તાવ હતો.


યોગનો ઈતિહાસ

યોગની શરૂઆત આશરે 5,000 વર્ષ પહેલાં પ્રાચીન ભારતમાં થઈ હોવાનું મનાય છે. પતંજલિ ઋષિએ યોગને 8 અંગોમાં વિભાજિત કરી `યોગસૂત્ર' રચ્યાં, જેને આધુનિક યોગશાસ્ત્રનો મૂળ ગ્રંથ માનવામાં આવે છે. ત્યાર પછી ભગવાન કૃષ્ણે ગીતામાં યોગના ત્રણ માર્ગો - કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગની વ્યાખ્યા કરી છે. પહેલાંના વખતમાં ઋષિમુનિઓ યોગ કરીને ફિટ રહેતા હતા.

યોગ એ માત્ર કસરત નહીં, પરંતુ જીવન જીવવાની એક હોલિસ્ટિક પદ્ધતિ છે

યોગ એ માત્ર કસરત નહીં, પરંતુ જીવન જીવવાની એક હોલિસ્ટિક પદ્ધતિ છે. રિટાયર થયા પછી જ યોગ તરફ વળવું જોઇએ એવું નથી. બાળકથી માંડીને સિનિયર સિટીઝન એમ દરેક વયની વ્યક્તિએ દૈનિક જીવનમાં યોગને સ્થાન આપવું જોઈએ, જેથી તેઓ શારીરિક રીતે તંદુરસ્ત, માનસિક રીતે શાંત અને આધ્યાત્મિક રીતે સમૃદ્ધ બની શકે. તેથી કહેવાયું છે કે, योगः कर्मसु कौशलम् - યોગ એ કર્મોમાં કુશળતા છે.

યોગ દિવસની શરૂઆત ક્યારે થઈ?

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની શરૂઆત વર્ષ 2015થી થઈ હતી. 2014માં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં યોગને આંતરરાષ્ટ્રીય દરજ્જો આપવાની ભલામણ કરી હતી. એના પરિણામ સ્વરૂપ 11 ડિસેમ્બર, 2014ના રોજ UNOએ 21 જૂનને ઇન્ટરનેશનલ યોગ ડે તરીકે જાહેર કર્યો હતો. એ પછી દર વર્ષે 21 જૂનના રોજ વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવામાં આવે છે. યોગ એ ભારતીય સંસ્કૃતિનું અમૂલ્ય દાન છે, જે શરીર, મન અને આત્માને શાંતિ આપવાનું એક સાધન છે.

દર વર્ષે યોગ દિવસની સ્પેશિયલ થીમ નક્કી કરવામાં આવે છે

દર વર્ષે યોગ દિવસની સ્પેશિયલ થીમ નક્કી કરવામાં આવે છે અને એ થીમને પ્રાધાન્ય આપીને યોગ દિવસ ઊજવવામાં આવે છે. આ વર્ષની એટલે કે 2025ની યોગ દિવસની થીમ `Yoga for Self and Society' (યોગ - જાત અને સમાજ માટે) છે. જે દર્શાવે છે કે યોગ માત્ર વ્યક્તિગત આરોગ્ય અને શાંતિ માટે જ નહીં, પણ સામૂહિક સુખાકારી અને સમાજિક સુમેળ માટે પણ અગત્યનું સાધન છે, તેથી નિયમિત યોગ કરીને જાત અને સમાજને ફિટ રાખી શકાય છે.

યોગ દિવસે અનેક રેકોર્ડ સ્થાપિત થયા

પહેલા યોગ દિવસે દુનિયાભરમાંથી 84 દેશોના વ્યક્તિઓ દ્વારા 21 યોગ આસન કર્યા આ કાર્યક્રમમાં PM મોદી હાજર રહ્યા અને અને બે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત થયા. આ સિવાય ગુજરાતના સુરતમાં યોગ દિવસ પર 47 હજારથી વધુ લોકો જોડાયા અને યોગ દિવસમાં અનોખો રેકોર્ડ રચ્યો. 

  • Follow us on: