ટ્રેનમાં મુસાફરી દરમિયાન સૌથી વધુ તકલીફ જનરલ કોચમાં મુસાફરી કરનાર વ્યક્તિઓને થાય છે. આ મુસાફરી દરમિયાન જમવાથી લઈને પાણી સુધીની તકલીફ થાય છે. IRCTC આ કલાસમાં મુસાફરી કરનાર પેસેન્જર્સને એક ભેટ આપવા જઈ રહી છે. જેનાથી મુસાફરી દરમિયાન ન તો તેમને જમવામાં મુશ્કેલ પડશે પાણી માટે પણ આમ તેમ ભટકવું પડશે નહીં. ખાસ વાત કે છે કે IRCTC ના આ મુસાફરોને એ જ જમવાનું મળશે જે એસી કોચમાં આપવામાં આવે છે. તેની કિંમત ઘણી ઓછી રાખવામાં આવી છે.
IRCTC ની આ યોજના હેઠળ જનરલ ક્લાસમાં સફર કરનાર મુસાફરોને ખાવાનું અને પાણી પહોંચાડવા માટે આ પહેલ શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત 80 રુપિયામાં સારી ગુણવત્તાવાળુ જમવાનું પિરસવામાં આવે છે. એણાં દાળ, ચોખા, શાકભાજી, રોટલી, અથાણુ, નેપકીન અને ખાવા માટે ચમચી હશે. જેનાથી યાત્રીઓની સુવિધાઓમાં વધારો થશે.













