હાલમાં જ કેન્દ્રીય ગૃહમંત્રીએ પોતાનો રિટાયરમેન્ટ પ્લાન જણાવ્યો. જે બાદ હવે જગદીપ ધનખડએ પણ રિટાયરમેન્ટ પર મૌન તૌડ્યુ છે. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે જો ભગવાનની કૃપા રહી તો 2027માં સેવા નિવૃત્ત થઇ જઇશે. તેમણે આ નિવેદન જેએનયુમાં આયોજિત એક કાર્યક્રમને સંબોધતી વખતે આપ્યું
જો હું રિટાયર થઇશ તો..
તેમણે હળવા અંદાજમાં કહ્યું કે ઇશ્વરની કૃપા રહી તો હું ઓગષ્ટ 2027માં સેવા નિવૃત્તિ થઇ જઇશે. મહત્વનું છે કે જગદીપ ધનખડનું 14માં ઉપરાષ્ટ્રપતિનો કાર્યકાળ 10 ઓગષ્ટ 2027માં પૂર્ણ થઇ રહ્યો છે. તેઓ વ્યવસાયે વકીલ છે. તેઓને એનડીએએ ઉપરાષ્ટ્રપતિ માટે ઉમેદવાર તરીકે પસંદ કર્યા ત્યારે તેઓ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ હતા.
અમિત શાહનો રિટાયરમેન્ટ પ્લાન શું?
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતે રાજનીતિમાંથી નિવૃત થયા બાદ શું કરશે તે અંગે મહત્વનો ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યુ કે મેં નક્કી કર્યું છે કે રાજકારણમાંથી નિવૃત્તિ લીધા પછી હું મારું જીવન વેદ, ઉપનિષદ અને ઓર્ગેનિક ખેતીના અભ્યાસ માટે સમર્પિત કરીશ. ઓર્ગેનિક ખેતી એક વૈજ્ઞાનિક પ્રયોગ છે જેના ઘણા ફાયદા છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે જ્યારે હું દેશનો ગૃહમંત્રી બન્યો ત્યારે લોકો મને કહેતા હતા કે તમારી પાસે એક મોટો અને મહત્વનો વિભાગ છે, પરંતુ જે દિવસે મને સહકારી મંત્રી બનાવવામાં આવ્યો, ત્યારે મને લાગ્યું કે મારી પાસે ગૃહ મંત્રાલય કરતાં પણ મોટો વિભાગ છે જે દેશના ખેડૂતો, ગરીબો, ગામડાઓ અને પ્રાણીઓ માટે કામ કરે છે.
અમિત શાહે આગળ જણાવ્યું હતું કે કહ્યું ગુજરાત જેવા રાજ્યમાં જ્યાં સહકારી સંસ્થાઓ આવેલી છે અને આજે ત્યાં એક કરોડ રૂપિયા કમાય છે. આ ત્રિભુવન ભાઈ પટેલનો મુખ્ય વિચાર હતો. પરંતુ તેમણે પોતાના જીવનમાં પોતાના નામ માટે કંઈ કર્યું નહીં. જ્યારે મેં સંસદમાં તેમનું નામ લીધું, ત્યારે દેશમાં પ્રશ્ન એ હતો કે તે કોણ છે? આટલું મોટું કામ કરવા છતાં, તેમણે પોતાની પ્રસિદ્ધિ માટે કંઈ કર્યું નહીં.