ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને વહેલી સવારે દિલ્હી AIIMSના કાર્ડિયાક વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે. AIIMS હોસ્પિટલના સૂત્રનું કહેવું છે કે ઉપપ્રમુખ જગદીપ ધનખડને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. તેમની હાલત હાલ સ્થિર છે.જગદીપ ધનખડને અચાનક છાતીમાં દુખાવો-બેચેની થતા હોસ્પિટલમાં ખસેડાયા હતા. 73 વર્ષીય ધનખડને શનિવારે રાત્રે લગભગ 2 વાગ્યે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.


ધનખડને AIIMSના કાર્ડિયોલોજી વિભાગના વડા ડૉ. રાજીવ નારંગની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા

ધનખડને AIIMSના કાર્ડિયોલોજી વિભાગના વડા ડૉ. રાજીવ નારંગની દેખરેખ હેઠળ ક્રિટિકલ કેર યુનિટ (CCU)માં દાખલ કરવામાં આવ્યા હતા. સૂત્રએ જણાવ્યું કે તેમની હાલત સ્થિર છે અને તેમને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. ડોકટરોનું એક જૂથ તેમની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે.

  • Follow us on: