જમ્મુકાશ્મીરના ઉધમપુરમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થયું હોવાનું સામે આવ્યું છે. દૂદૂ બસંતગઢની પહાડિયો પર જૈશના 3થી 4 આતંકીઓને સુરક્ષાદળોએ ઘેરી લીધો. જે બાદ સતત ગોળીબારી થઇ રહી છે. અત્યાર સુધી ફાયરિંગમાં એક સૈનિક ઇજાગ્રસ્ત થયો.આતંકીઓને ઝડપી પાડવા માટે ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.


ઉધમપુરમાં સેના-આતંકીઓ વચ્ચે અથડામણ 

અધિકારીઓએ જણાવ્યું કે શુક્રવારે જમ્મુ કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે થયેલી અથડામણમાં સેનાનો એક જવાન ઘાયલ થયો. વિશેષ સૂચનાના આધારે સેના, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને પોલીસે સોજધારના ઊંચાઈવાળા વિસ્તારને અડીને આવેલા ડુડુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઓપરેશન શરૂ કર્યું, જેના પરિણામે એન્કાઉન્ટર થયું.

એક સૈનિક ઇજાગ્રસ્ત 

જમ્મુના પોલીસ મહાનિરીક્ષકે ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે હજી અથડામણ ચાલુ છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG), પોલીસ અને ભારતીય સેનાની સંયુક્ત ટીમો ઘટનાસ્થળે હાજર છે. અહેવાલો અનુસાર ગોળીબારમાં એક સેનાનો સૈનિક ઘાયલ થયો હતો. અગાઉ વ્હાઇટ નાઈટ કોર્પ્સે ટ્વિટર પર જણાવ્યું હતું કે કિશ્તવાડના જનરલ વિસ્તારમાં ગુપ્તચર માહિતી આધારિત ઓપરેશનમાં, વ્હાઇટ નાઈટ કોર્પ્સના સૈનિકોએ રાત્રે 8 વાગ્યે આતંકવાદીઓ સાથે સંપર્ક સ્થાપિત કર્યો હતો.

અનેક વિસ્તારમાં થયા છે એન્કાઉન્ટર 

ગયા વર્ષે આ વિસ્તારમાં અનેક એન્કાઉન્ટર થયા છે. 26 જૂનના રોજ, દુદુ-બસંતગઢ જંગલમાં એક એન્કાઉન્ટરમાં આતંકવાદી હૈદર માર્યો ગયો હતો. હૈદર પાકિસ્તાન સ્થિત જૈશ-એ-મોહમ્મદ (JeM) નો ટોચનો કમાન્ડર હતો જે છેલ્લા ચાર વર્ષથી આ વિસ્તારમાં સક્રિય હતો. આ પહેલા 25 એપ્રિલના રોજ, બસંતગઢ વિસ્તારમાં છુપાયેલા આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં એક સેનાનો સૈનિક શહીદ થયો હતો.

  • Follow us on: