જમ્મુ અને કશ્મીરમાં તાજેતરના પૂર અને ભૂસ્ખલનને કારણે 2,500 રસ્તાઓને નુકસાન થયું હતું, જેના કારણે પીડબ્લ્યુડીને રૂ. 100 કરોડથી વધુનું નુકસાન થયું હતું.અત્યાર સુધી 1500 માર્ગોનું કામ ચાલુ થઇ ચૂક્યુ છે, જ્યારે 1,000 માર્ગ હજુ પણ બંધ છે અને નુકસાનની આકારણી પણ જારી છે.


નુકસાન 100 કરોડ રૂપિયાથી વધુ હોવાનો અંદાજ

જમ્મુ કશ્મીરમાં પૂર-ભૂસ્ખલનથી લોક નિર્માણ વિભાગ પીડબલ્યુડીને ભારે નુકસાન પહોંચ્યુ છે. 2500 માર્ગો પ્રભાવિત થયા છે. આમાંથી 60% રસ્તાઓ પુનઃસ્થાપિત કરવામાં આવ્યા છે. લગભગ 1,000 રસ્તાઓ હજુ પણ બંધ છે. મોટાભાગના રસ્તાઓ ગ્રામીણ વિસ્તારોમાં છે. પીડબ્લ્યુડી અનુસાર, નુકસાન 100 કરોડ રૂપિયાથી વધુ હોવાનો અંદાજ છે. જોકે, વિભાગ હજુ પણ આકારણી કરી રહ્યું છે. આમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ છેલ્લા કેટલાક વર્ષોમાં બનેલા નવા રસ્તાઓનો સમાવેશ થાય છે. અસરગ્રસ્ત રસ્તાઓ પર મોટા પાયે ભૂસ્ખલન થયું છે. કેટલીક જગ્યાએ કલ્વર્ટ ખસી ગયા છે. પુલોને પણ નુકસાન થયું છે. આનાથી અવરજવર પર અસર પડી રહી છે.

સૌથી વધુ નુકસાન જમ્મુમાં

અનેક વિસ્તારોમાં લોકો ચાલીને યાત્રા કરવા માટે મજબૂર બન્યા છે. પીડબ્લ્યુડીના ભારે મશીનો રસ્તાઓ પરનો કાટમાળ હટાવી રહી છે. જે વિસ્તારોમાં ભૂસ્ખ્લનનો પ્રભાવ ઓછો છે ત્યાંથી મશીનોને અસરગ્રસ્ત વિસ્તારમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે. સૌથી વધારે મુશ્કેલી આવી રહી છે. કાટમાળને ઉઠાવીને અનેક કિલોમીટર દૂર સુધી લઇ જવુ પડી રહ્યુ છે, તે જ સમયે, વિભાગ નુકસાનનો અહેવાલ તૈયાર કરશે અને તેને કેન્દ્ર સરકારને મોકલશે. આ પછી, કેન્દ્ર તરફથી મળેલા બજેટથી ક્ષતિગ્રસ્ત રસ્તાઓનું સમારકામ કરવામાં આવશે. સૌથી વધુ નુકસાન જમ્મુમાં થયું છે.

અનેક જગ્યાઓ પર રસ્તા સમારકામ શરૂ

સંભાગના કઠુઆ, સાંબા, જમ્મુ, રિયાસી, ઉધમપુર, કિશ્તવાડ, ડોડા, રાજોરી, રામબન, પૂંછ જ્યારે કશ્મીરના અનંતનાગ અને કુલગામમાં પીડબ્લ્યુડીએ નુકસાન ઉઠાવવુ પડ્યુ છે.કશ્મીરના અન્ય જિલ્લાઓમાં ભૂસ્ખ્લનની એકાદ બે ઘટનાઓ ઘટી છે.જેને કારણે ઓછું નુકસાન થયુ છે. પ્રશાસને જેસીબી અને ટિપરની મદદથી કશ્મીરમાં રસ્તાઓને સુધારવાનું શરૂ કર્યુ છે.


  • Follow us on: