જમ્મુ કાશ્મીરમાં શુક્રવારે એક મોટો માર્ગ અકસ્માત સર્જાયો છે, જેમાં 35 શાળાના બાળકો ઘાયલ થયા છે. આ દુર્ઘટના બિશ્રાહની પાસે રિંગ રોડ પર તે સમયે થયો, જ્યારે શાળાના બાળકો પિકનિકથી પરત ફરી રહ્યા હતા. જાણકારી મુજબ બાળકોથી ભરેલી શાળાની બસ ફૂલ સ્પીડમાં રિંગ રોડ પરથી પસાર થઈ રહી હતી, આ દરમિયાન બસે અચાનક કાબૂ ગુમાવ્યો અને ડિવાઈડર સાથે ટકરાયા બાદ પલટી ગઈ.


પોલીસ અને એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી

દુર્ઘટના બાદ તરત જ ઘટનાસ્થળ પર ચીસો સંભળાવવા લાગી, આસપાસમાં હાજર લોકોએ રાહત અને બચાવ કામગીરી શરૂ કરી અને પોલીસને માહિતી આપી. આ દુર્ઘટના અંગેની જાણકારી મળતા જ પોલીસ અને એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી અને તમામ ઘાયલ બાળકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. પોલીસે દુર્ઘટનાના કારણોની તપાસ શરૂ કરી દીધી છે. પ્રાથમિક ધોરણે ફુલ સ્પીડ અને બસ પરનું સંતુલન ગુમાવવું દુર્ઘટનાનું કારણ માનવામાં આવી રહ્યું છે. 


સમાચાર અપડેટ કરવામાં આવી રહ્યા છે. 


આ પણ વાંચો: National News : હિમાચલ પ્રદેશ-દિલ્હી વચ્ચે સક્રિય એક મોટા ચરસ તસ્કરી નેટવર્કનો પર્દાફાશ, 4 લોકોની કરાઈ ધરપકડ


  • Follow us on: