શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના પાવન અવસર પર દેશભરમાં ભારે ઉત્સાહ અને ભક્તિભાવ જોવા મળી રહ્યો છે.અનેક મંદિરોમાં સવારથી જ ભક્તો દર્શન કરવા પહોંચ્યા છે. આ શુભ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભગવાન કૃષ્ણના નિઃસ્વાર્થ કાર્ય અને દિવ્ય સંદેશને યાદ કરીને સમગ્ર રાષ્ટ્રને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.

કૃષ્ણનો પવિત્ર ઉપદેશ માનવતા માટે યોગ્ય માર્ગદર્શનઃ પીએમ મોદી

પ્રધાનમંત્રીએ પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે ભગવાન કૃષ્ણનો પવિત્ર ઉપદેશ માનવતાને હંમેશાં યોગ્ય માર્ગદર્શન પૂરું પાડે છે. તેમણે આકાંક્ષા વ્યક્ત કરી કે ભગવાન કૃષ્ણની ભક્તિ અને ઉપાસનાનો આ શુભ દિવસ દરેક નાગરિકના જીવનમાં સકારાત્મક ઊર્જા, નવો ઉત્સાહ અને શક્તિનો સંચાર કરે.  
https://twitter.com/narendramodi/status/2095694100607779266

દ્રોપદી મુર્મુએ પણ પાઠવી શુભકામનાઓ

આ જ ક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ દેશવાસીઓને જન્માષ્ટમીની શુભેચ્છાઓ પાઠવતા પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે ભગવાન કૃષ્ણનું જીવનચરિત્ર અને તેમના ઉપદેશો ભારતીય સંસ્કૃતિ અને દર્શનમાં નવી ઊર્જા પૂરે છે. તેમણે નાગરિકોને સત્ય, ન્યાય, કરુણા અને નિઃસ્વાર્થ કર્મના માર્ગ પર ચાલવા અપીલ કરી હતી તેમજ એક સમાવિષ્ટ અને વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા માટે આહ્વાન કર્યું હતું.  
https://twitter.com/rashtrapatibhvn/status/2095695778782310638

વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જામી

બીજી બાજુ, જન્માષ્ટમીના આ પર્વ નિમિત્તે દેશભરના મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જામી હતી. દિલ્હી, મથુરા, વૃંદાવન અને મુંબઈ સહિતના મુખ્ય શહેરોના મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના અને મંગળા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. દિલ્હીના કૈલાશ પૂર્વ અને દ્વારકા સેક્ટર 13 સ્થિત ઇસ્કોન મંદિરો તેમજ પ્રખ્યાત બિરલા મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ઉપસ્થિત રહીને ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની દિવ્ય ઉજવણી કરી હતી. મંગળા આરતી દરમિયાન સમગ્ર મંદિર પરિસર 'હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી' ના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું અને ભક્તોએ ભારે આસ્થા સાથે પ્રાર્થના કરી હતી.

આ પણ વાંચોઃ Nepal Flood: ગુમ થયેલા ભારતીયોની ઓળખ માટે ભારતમાં થશે DNA ટેસ્ટ, મૃત્યુઆંક વધીને 1,259 પર પહોંચ્યો