14 સપ્ટેમ્બર (રવિવાર) થી શરૂ થતી શ્રી માતા વૈષ્ણોદેવી યાત્રા આગામી આદેશ સુધી મુલતવી રાખવામાં આવી છે. શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. અધિકારીઓનું કહેવું છે કે આગામી આદેશ જારી ન થાય ત્યાં સુધી યાત્રા સ્થગિત રહેશે.
શ્રદ્ધાળુઓ પર્વત પર ફસાયા હતા
ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદને કારણે વૈષ્ણોદેવી યાત્રા રૂટ પર ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું હતું. આવી સ્થિતિમાં, શ્રદ્ધાળુઓ પર્વત પર ફસાયા હતા. તેમને બચાવીને સલામત સ્થળોએ લઈ જવામાં આવ્યા હતા. આ પછી યાત્રા બંધ કરવામાં આવી હતી. તે 14 સપ્ટેમ્બરથી શરૂ થવાની હતી, પરંતુ ફરી ભારે વરસાદ શરૂ થવાને કારણે તેને મુલતવી રાખવામાં આવી છે.













