દેશના વિવિધ રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ અને વાદળ ફાટવાની ઘટનાઓને કારણે જાનમાલની મોટી ખુવારી થઈ છે. જ્યારે જમ્મુના કિશ્તવાડમાં વાદળ ફાટવાની ઘટનાની કરુણતા હજી તાજી છે. ત્યારે વૈષ્ણોદેવીમાં પણ ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થતાં 33 લોકોનાં કરુણ મોત થયાના દુઃખદ સમાચાર મળ્યા છે. જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં આવેલા વૈષ્ણોદેવી મંદિરમાં દર્શન માટે આવેલા શ્રદ્ધાળુઓ આ કુદરતી આફતનો ભોગ બન્યા હતા.
પૂજ્ય મોરારીબાપુએ ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી













