Kargil Vijay Diwas 2025: કારગિલ યુદ્ધમાં અનેક જવાનોએ દેશકાજે પ્રાણ ન્યોછાવર કર્યા તો અનેક જવાનોએ અંત સુધી હાર ન માની અને આખરે ભારત યુદ્ધ જીતી ગયુ. આજે અમે તમને એવાં જ શૂરવીરોની કહાની જણાવવા જઇ રહ્યા છીએ જેમણે યુદ્ધ દરમિયાન પાકિસ્તાનના જવાનોના હાજા ગગડાવી નાખ્યા હતા અને તેમને ભાગવા પર મજબૂર કર્યા હતા.
કારગિલ યુધ્ધના શૂરવીર
માનદ કેપ્ટન યોગેન્દ્ર સિંહ યાદવ જેઓ આ યુદ્ધનો એક મહત્વનો ભાગ રહ્યા હતા. આ યુદ્ધમાં તેમને 15 ગોળીઓ વાગી હતી. પરંતુ તેમણે હિંમત ન હારી અને ટાઇગલ હિલ પર જઇ ભારતનો તિંરગો ફરકાવ્યો. જ્યારે તેમને ગોળીઓ વાગી હતી ત્યારે તેઓને એવું લાગ્યું હતું કે પાકિસ્તાની તેમના હથિયાર લઇને જઇ રહ્યો હતો.તેનો પગ મને અથડાયો અને તેને લાગ્યું કે હું જીવતો છું એ પહેલાં હું ઉભો થયો અને ગ્રેનેડ ફેંક્યો. પાકિસ્તાનના અનેક સૈનિકો ત્યાં ઉભા હતા અને રાઇફલથી 4 થી 5 સૈનિકોને મારી નાખ્યા હતા. આટલી ગોળીઓ વાગવા છતાં તેમણે હિંમત ન હારી અને સાહસ રાખી ઉભા થઇ ટાઇગલ હિલ તરફ આગળ વધ્યા અને ભારતનો તિરંગો ફરકાવ્યો....
વિશ્વાસ હતો કે યુદ્ધ જીતી જઇશું
કારગિલ યુદ્ધ દરમિયાન ભારતીય સેનાના પ્રમુખ જનરલ વેદ પ્રકાશ મલિક હતા. તેમણે કહ્યું કે, યુદ્ધ વાળા વર્ષમાં જ વાજપેયી અને નવાઝ શરીફ વચ્ચે લાહોર શિખર સમ્મેલન થયું હતું. પરંતુ મે મહિનામાં કારગિલ યુદ્ધ શરૂ થઇ ગયું. પાકિસ્તાને ઘાટી અને નાની નાની જગ્યાઓ પર ઘુસપૈઠ શરૂ કરી. એ લોકો નાની નાની ટુકડીઓ લઇને ઘૂસી રહ્યા હતા. એ સમયે પ્રમુખે ઓપરેશનનું નામ જ વિજય રાખ્યુ હતું. તોલોલિંગ પર જ્યારે બીજી વખત કબજો મેળવ્યો ત્યારે વિશ્વાસ હતો કે આ જંગ જીતી જઇશું. ઓપરેશન 25 મેની આસપાસ શરૂ થયું અને 14 જૂને પહેલી જીત મેળવી હતી.
Operation Vijay નામ રાખ્યું, અંતે નામ સાર્થક થયું
જનરલ વીપી મલિક જેઓ હાલ રિટાયર્ડ થઇ ચૂક્યા છે. તેમના મતે આ યુદ્ધ સરળ નહોતુ. કારગિલ યુદ્ધને લઇને ઇનપુટ આપવામાં આપણી ઇન્ટેલિજન્સ એજન્સી નાકામ રહી હતી. યુધ્ધની શરૂઆતમાં સ્થિતિ સાફ નહોતી. આ ઘુસણખોરો કોણ હતા. સુરક્ષા એજન્સીઓને આ લોકેશન વિશે કોઇ પણ ખ્યાલ જ નહોતો. કેબિનેટ કમિટી ફોર સિક્યોરિટીની મીટિંગમાં જ માગ રાખી હતી કે ઓપરેશન વિજયમાં ઇન્ડિયન આર્મીની સાથે ઇન્ડિયન નેવી અને ઇન્ડિયન એરફોર્સ પણ કામ કરશે.એટલાં માટે કારગિલ યુદ્ધ માટે એરફોર્સે સફેદ સાગર ઓપરેશન શરૂ કર્યો.નેવીએ ઓપરેશન તલવાર શરૂ કર્યુ. બાકી સૈનિકઓએ મોચરો સંભાળ્યો અને ઓપરેશનનું નામ રાખ્યું Operation Vijay અને એવું થયુ. શૂરવીરો વિજય સાથે યુદ્ધ જીત્યા.
કારગિલ યુધ્ધના અન્ય એક શૂરવીરની કહાની
કારગિલ યુદ્ધનો એક ભાગ રહેલાં કેપ્ટન નચિકેતા. જેઓ 8 દિવસ પાકિસ્તાનની કેદમાં રહ્યા હતા. યુધ્ધ દરમિયાન મિગ-27માં એન્જિનમાં આગ લાગ્યા બાદ ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતુ. નીચે પડ્યા બાદ અડધા કલાક બાદ પાકિસ્તાની સૈનિકોએ તેમને ઘેરી લીધા અને પકડી પાડ્યા. તેમની સાથે મારપીટ કરવામાં આવી. ત્યારે પાકિસ્તાન એરફોર્સના એક અધિકારી કેસર તુફેલ આવ્યા અને ત્યાંથી લઇને એક રૂમમાં ગયા ત્યારે તેમની સાથે સારો વ્યવહાર કરવામાં આવ્યો હતો. પરંતુ ભારત સરાકરે તેમને છોડાવવાની અનેક કોશીશો કરી હતી અને પૂરાં 8 દિવસ બાદ તેમને છોડવામાં આવ્યા.બાદમાં તે વાઘા બોર્ડરના રસ્તે ભારત પહોંચ્યા.
શેરશાહ વિક્રમ બત્રાની કહાની
કારગિલ યુધ્ધના કેપ્ટન વિક્રમ બત્રા જેવા યોધ્ધા ભારતે ગુમાવ્યા હતા. દેશની રક્ષા કાજે કેપ્ટન વિક્રમ બત્રા શહીદ થઇ ગયા. પરમવીર કેપ્ટન વિક્રમ બત્રા પોઇન્ટ 4875માં સેનાને લીડ કરતા હતા. યુદ્ધ દરમિયાન અનેક સૈનિકોને માર્યા. ઘાયલ થવા છતાં હાર ન માની અને દુશ્મનો પર ગ્રેનેડ ફેંક્યો. આ જંગ તો ભારત જીતી ગયું પરંતુ કેપ્ટન વિક્રમ બત્રા વીરગતિને પ્રાપ્ત થઇ ગયા. આજે પણ લોકો તેમની શહાદતને યાદ કરે છે.













