પરિવાર પકડાઇ જતા તેમનો જવાબ આશ્ચર્યચકિત કરનારો હતો. પોલીસે ચેતવણી આપી પરિવારને મુક્ત કર્યો હતો.

સોશિયલ મીડિયા પર ચર્ચા શરુ

સોશિયલ મીડિયા પર રીલ બનાવવા માટે આતુર લોકો વિવિધ તરકીબમાં ઉપયોગમાં લે છે. તેનું એક અજીબ ઉદાહરણ બેંગલુરુમાં સામે આવ્યુ છે. અહીં પરિવારે રીલ બનાવવા માટે પોતાના વૃદ્ધ પિતાને કોથળામાં બંધ કર્યા હતા. અને કૂરિયર ઓફિસ પહોંચ્યા હતા. આ ઘટના બાદ સૌ કોઇ હેરાન છે. અને તેની સૌથી વધુ ચર્ચા ચાલી રહી છે.

શંકા જતા કરાઇ કાર્યવાહી

આ ઘટના મંગળવારે બની જ્યારે એક મહિલા, તેનો પતિ અને તેના સાસરિયાઓ એક મોટું પાર્સલ લઈને વ્યાલિકાવલ પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળની કુરિયર ઓફિસમાં પહોંચ્યા હતા. પાર્સલના અસામાન્ય રીતે મોટા કદને કારણે સ્ટાફને શંકા ગઇ હતી. તેમણે પરિવારને પૂછ્યું કે, અંદર શું છે, ત્યારે કોઈએ સંતોષકારક જવાબ આપ્યો નહીં. જ્યારે સ્ટાફે પેકેજ ખોલ્યું, ત્યારે તેઓ ચોંકી ગયા. બેગની અંદર એક વૃદ્ધ વ્યક્તિ હતો જેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. તપાસમાં જાણવા મળ્યું કે વૃદ્ધ વ્યક્તિ કુરિયર બુક કરાવનાર મહિલાના પિતા હતા.

દલીલથી પોલીસ થઇ ગઇ સ્તબ્ધ

પકડાયા પછી પણ, પરિવારે ખોટું કબૂલ કરવાને બદલે પોતાના કાર્યોનો બચાવ કરવાનું ચાલુ રાખ્યું હતુ. તેમણે પોલીસને જણાવ્યું કે, તેઓ ઉગાદી અને રમઝાન તહેવારો દરમિયાન બસ ટિકિટની અછતની સમસ્યા પર પ્રકાશ પાડવા માગે છે. તેમનો ધ્યેય એક વિડિઓ બનાવવાનો હતો. જે સંદેશ આપે કે ટિકિટની અછતને કારણે લોકો પણ હવે કુરિયર દ્વારા પાર્સલ મોકલવા મજબૂર છે. સ્ટાફના વિરોધ છતાં, પરિવારે આગ્રહ કર્યો કે તેમણે સખત મહેનત કરી છે, તેથી પાર્સલ બુક કરાવવું જોઈએ.

આ પણ વાંચોઃ Nepal Helicopter Crash: નેપાળના ખોતાંગમાં લેન્ડિંગ સમયે હેલિકોપ્ટર ક્રેશ, કોઇ જાનહાનિ નહી


  • Follow us on: