સાઉથ અભિનેતા થલાપતિ વિજયની વધી મુશ્કેલી. તમિલ સુપરસ્ટાર થલાપતિ વિજય છેલ્લા કેટલાક દિવસોથી સમાચારમાં છે. તાજેતરમાં અભિનેતા કરુર જિલ્લામાં થયેલ ટ્રેજેડીને લઈને આજે સમાચારમાં છે. તમિલનાડુના કરુર જિલ્લામાં થલપતિની રાજકિય પાર્ટીએ એક રેલીનું આયોજન કર્યું હતું. જેમાં અચાનક ભાગદોડ થતા વેટ્ટી કઝગમ (TVK)માં 41 લોકોના મોત થયા હતા. આજે આ કેસમાં CBI સમક્ષ થલાપતિ વિજય હાજર થયો છે. CBI ઓફિસમાં વિજયની અધિકારીઓ દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવશે.
થલાપતિનો વિજયનો રાજકારણમાં પ્રવેશ
અભિનેતા વિજયે થોડા સમય પહેલા રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. દરમિયાન ગયા વર્ષે પ્રચાર અર્થે વિજયની પાર્ટીએ કરુર જિલ્લાના વેટ્ટી કઝગમમાં એક રેલીનું આયોજન કર્યું હતું. જ્યારે રેલીમાં થલાપતિ વિજય હાજર ભીડમાં ભાષણ આપી રહ્યા હતા, ત્યારે અચાનક ત્યાં ભાગદોડ મચી ગઈ. રેલીમાં અફરાતફરી સર્જાતા લોકો ભયના મારે ભાગવા લાગ્યા હતા. ભીડ બેકાબુ બની જતા કેટલાક લોકો નીચે કચડાયા, કેટલાક ગંભીર થયા હતા. આ ઘટનામાં 41 લોકો માર્યા ગયા હતા. આ ઘટનાની સમગ્ર વિસ્તારમાં હોબાળો મચ્યો હતો. મૃતકોના પરિવાર દ્વારા આ મામલે ન્યાયિક તપાસની માગ કરાઈ હતી.
વિજયની કરુર જિલ્લામાં રેલીમા ંમચી ભાગદોડ
કરુર જિલ્લામાં થયેલ ભાગદોડને લઈને રેલીના આયોજનને લઈને થલાપતિ વિજય પર સવાલો ઉઠયા હતા. આ મામલે વિજયની પૂછપરછ કરવાને લઈને અભિનેતા CBI સમક્ષ હાજર થયો છે. દરમિયાન સીબીઆઈ અધિકારીઓએ જાહેર સભા દરમિયાન બનેલી ઘટનાઓ વિશે વિજયની વિસ્તૃત પૂછપરછ કરી. કે કાર્યક્રમ દરમિયાન કઈ પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવ્યું હતું અને કઈ ભૂલો થઈ હતી વગરે સવાલો ઉપરાંત આ મુખ્ય સવાલો કર્યા હતા.
સીબીઆઈ ઓફિસમાં વિજયની સઘન પૂછપરછ
CBIએ થલપતિને મુખ્ય ત્રણ પ્રશ્ન પૂછયા હતા. પહેલો પ્રશ્ન હતો, "તમે ખુલ્લા વાહન પર ઉભા હતા અને ભીડમાં રહેલા લોકો બેભાન થઈ રહ્યા હતા તે સ્પષ્ટ દેખાતું હતું, છતાં તમે તમારું ભાષણ ચાલુ રાખ્યું. બીજો પ્રશ્ન હતો, "જ્યારે કેટલાક લોકો બેભાન થઈ રહ્યા હતા, ત્યારે તમને ભીડને પાણીની બોટલો વહેંચતા જોવા મળ્યા હતા, છતાં તમે આ મામલે તાત્કાલિક કોઈ કાર્યવાહી કેમ ન કરી?" ત્રીજો અને સૌથી ગંભીર પ્રશ્ન હતો, "તમે સભા સ્થળે સમયસર કેમ ન પહોંચ્યા? તમારા વિલંબથી ભીડમાં અશાંતિ અને દબાણ સર્જાયું. શું આ તમારી રાજકીય શક્તિનું પ્રદર્શન હતું?"
કરુલ જિલ્લા ટ્રેજેડી મામલે સીબીઆઈની તપાસ
સીબીઆઈ એ પણ તપાસ કરી રહી છે કે રેલી દરમિયાન પોલીસ અને પાર્ટી વચ્ચે જે વ્યવસ્થા અને ભીડ નિયંત્રણ પર સંમતિ થઈ હતી તેનું યોગ્ય રીતે પાલન કેમ ન થયું. એજન્સીની તપાસ મુખ્યત્વે રેલી પહેલા પાર્ટીના નેતાઓ સાથે થયેલી બેઠકોની સંખ્યા અને તે બેઠકો દરમિયાન લેવામાં આવેલા મુખ્ય નિર્ણયો પર કેન્દ્રિત છે. તે એ પણ નક્કી કરવાનો પ્રયાસ કરી રહી છે.
આ પણ વાંચો :