Hindi imposition: : હરિયાણાના ફરીદાબાદમાં રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) દ્વારા આયોજિત એક કાર્યશાળા દરમિયાન ભારે વિવાદ સર્જાયો. જ્યારે કેરલમના ધારાસભ્યોએ (MLA) સભામાંથી વોકઆઉટ કર્યું. આ ઘટનાના બે દિવસ બાદ, કેરલમના મુખ્યમંત્રી વી.ડી. સતીસને સમગ્ર મામલે આક્રોશ વ્યક્ત કર્યો હતો.


સતીસને જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સંમેલનમાં ફરજિયાત હિન્દી ભાષા થોપવી અને બિન-હિન્દીભાષી રાજ્યોના પ્રતિનિધિઓને ડરાવવાનો પ્રયાસ એ આપણા બંધારણીય કરારના મૂળભૂત સિદ્ધાંતો પર પ્રહાર સમાન છે.


દેશની તમામ ભાષાઓ સન્માનને પાત્ર છે: મુખ્યમંત્રી

આ ઘટનાની નિંદા કરતા મુખ્યમંત્રી સતીસને ભારપૂર્વક કહ્યું કે દેશના તમામ રાજ્યો અને ભાષાઓનું સન્માન થવું જોઈએ. ભાષાના આધારે કોઈના પર કંઈપણ લાદવું એ લોકશાહી મૂલ્યોની વિરુદ્ધ છે.


શું છે સમગ્ર મામલો?

ખરેખરમાં ફરીદાબાદમાં કાર્યશાળામાં હાજરી આપનાર કેરલમના ધારાસભ્યોએ એ વાત સામે સખત વાંધો ઉઠાવ્યો હતો કે સમગ્ર કાર્યક્રમ દરમિયાન માત્ર હિન્દી ભાષાનો જ ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. વધુમાં, બિન-હિન્દીભાષીઓ માટે અનુવાદની કોઈ સુવિધા ઉપલબ્ધ નહોતી. પોતાની વિનંતીની અવગણના થવાથી નારાજ થઈને ધારાસભ્યોએ કાર્યક્રમનો બહિષ્કાર કર્યો.

આ પણ વાંચો: BRICS Summit 2026: ટેલેન્ટ-માર્કેટ અને અનુભવ.... BRICSના મંચ પરથી જયશંકરનો હુંકાર, જણાવી ભારતની તાકાત