કેરળના વાયનાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે સર્જાયેલી દુર્ઘટના બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યના મુખ્યમંત્રી સાથે ટેલિફોન પર વાતચીત કરીને સમગ્ર પરિસ્થિતિની માહિતી મેળવી. મુખ્યમંત્રી કાર્યાલય (CMO) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ગૃહમંત્રીએ રાજ્ય સરકારને કેન્દ્ર તરફથી શક્ય તમામ મદદ આપવાની ખાતરી આપી છે.
https://twitter.com/ANI/status/2074753777148588074
અમિત શાહે રાહત અને બચાવના પગલાંની પ્રશંસા કરી
વાતચીત દરમિયાન અમિત શાહે ભારે વરસાદ અને તેના કારણે સર્જાયેલી પરિસ્થિતિ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. તેમણે રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધી લેવામાં આવેલા રાહત અને બચાવના પગલાંની પ્રશંસા કરી હતી અને કેન્દ્ર સરકાર દરેક જરૂરી સહયોગ આપવા માટે તૈયાર હોવાનું જણાવ્યું હતું. ગૃહમંત્રીએ મુખ્યમંત્રીને આ દુર્ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસ શરૂ કરવાની પણ સલાહ આપી હતી, જેથી ઘટનાના કારણોની સંપૂર્ણ તપાસ થઈ શકે અને ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવવા માટે જરૂરી પગલાં લઈ શકાય.
કેન્દ્રીય ગૃહપ્રધાને ચિંતા વ્યક્ત કરી
તેના જવાબમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય કેબિનેટની બેઠકમાં પહેલેથી જ ઉચ્ચસ્તરીય તપાસને મંજૂરી આપવામાં આવી છે અને ટૂંક સમયમાં તપાસની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત અમિત શાહે કેરળમાં સતત પડી રહેલા ભારે વરસાદને કારણે ઊભી થયેલી પરિસ્થિતિ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે રાજ્ય સરકાર સાથે સતત સંપર્કમાં રહીને જરૂરિયાત મુજબ કેન્દ્ર સરકાર તરફથી તમામ પ્રકારની સહાય ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપી હતી.
રાજ્યમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે. રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે, જ્યારે અસરગ્રસ્ત લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી પણ તેજ કરવામાં આવી છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર મળીને પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે, જેથી અસરગ્રસ્ત લોકોને ઝડપથી રાહત મળી શકે.
આ પણ વાંચો : Pune : વેસ્ટ-ટુ-એનર્જી પ્લાન્ટની બિલ્ડીંગ ધરાશાયી, 15 લોકો ફસાયા હોવાની આશંકા