મહારાષ્ટ્ર અને અન્ય ચકચારી હત્યા કેસોની વચ્ચે કેતનની હત્યા મામલે પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. ચાર્જશીટ મુજબ, કેતનની હત્યા કર્યા બાદ મુખ્ય આરોપી સિયાએ પોલીસથી બચવા અને શોક વ્યક્ત કરવાના નાટકો માટે ઈન્ટરનેટ અને ચેટજીપીટીનો વ્યાપક ઉપયોગ કર્યો હતો. પરિવાર અને પોલીસની પૂછપરછ દરમિયાન ગભરાટથી કેવી રીતે બચવું, સ્વાભાવિક ઉદાસી કેવી રીતે દેખાડવી અને શંકાથી કેવું દૂર રહેવું તે અંગે તેણે ઓનલાઈન માહિતી શોધી હતી.
ગુનાને અંજામ આપવા અગાઉ અન્ય હાઈ-પ્રોફાઈલ કેસોનું સર્ચ
તપાસ એજન્સીના ખુલાસા અનુસાર, આરોપીઓએ હત્યાનું કાવતરું રચતા પહેલા મેઘાલયના કુખ્યાત રાજા રઘુવંશી હત્યા કેસ વિશે ઓનલાઈન માહિતી મેળવી હતી. આ સર્ચમાં હત્યાની પદ્ધતિઓ, પોલીસ તપાસની રીતો અને પોલીસ પુરાવાઓ સુધી કેવી રીતે પહોંચે છે તેનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, લોનાવાલા અને તેની આસપાસના વિસ્તારોમાં ખડકો પરથી પડી જવાના અકસ્માતો, ટાઇગર પોઈન્ટની ઘટનાઓ તેમજ માનસી ગોવિંદપુરકર અને અન્ય મહિલાઓના મૃત્યુ સંબંધિત કેસોની વિગતો પણ ઓનલાઈન શોધી કાઢવામાં આવી હતી.
