ડિજિટલ વસ્તી ગણતરીને વિશ્વની સૌથી મોટી વસ્તી ગણતરી તરીકે જોવામાં આવી રહી છે.

પ્રથમવાર ડિજિટલ વસ્તી ગણતરીનું આયોજન

પ્રથમ તબક્કામાં મકાનોની ગણતરી હાથ ધરાશે અને તેમાં 33 સવાલ પૂછવામાં આવશે. આ તમામ સવાલોના સાચા ઉત્તર આપવું ફરજિયાત રહેશે. પરંતુ જો કોઇએ ખોટા જવાબ આપ્યા તો તેના પર કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ આ કાર્યવાહી કયા પ્રકારની હશે?. તે અંગે પણ જાણવું જરુરી છે.

ખોટી માહિતી આપી તો શું થશે ?

વસ્તી ગણતરીના અધિનિયમન 1948 હેઠળ જો કોઇ વ્યક્તિ જાતે રહીને ખોટો જવાબ કે ખોટી માહિતી આપે છે અથવા પ્રશ્નનો જવાબ આપવાનો ઇનકાર કરે છે તો, તે ગુનો બનશે. તેના માટે એક હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. આ સાથે જ કલમ-8 અનુસાર દરેક નાગરિકનું કર્તવ્ય છે કે, તે વસ્તી ગણતરીના અધિકારીને સરળ માહિતી અને સાચો જવાબ આપે. અને તેમને સહાયરૂપ બને.

અધિકારીઓને પણ થઇ શકે છે સજા

કેટલાક મામલાઓમાં અધિકારીઓને પણ સજા ફટકારવાની જોગવાઇ છે. જેમાં એક હજાર રૂપિયાના દંડથી લઇને ત્રણ વર્ષની કેદની જોગવાઇ છે. તો અમુક મામલાઓમાં દંડ અને જેલની સજા એમ બન્નેનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. સરકારી ગાઇડલાઇન અનુસાર, જો વસ્તી ગણતરી કરનાર અધિકારી અથવા જે વ્યક્તિને વસ્તી ગણતરી માટેનું દાયિત્વ સોંપવામાં આવ્યુ છે. જો એ પોતાના કર્તવ્યોનું પાલન નથી કરી રહ્યા અથવા તેનાથી ઇનકાર કરે છે અથવા કામમાં અવરોધ ઉભો કરે છે તો તેના પર કાયદેસરની કાર્યવાહી કરાશે. સાથે જ કોઇ વસ્તી ગણતરી અધિકારી જાતે રહીને આપત્તિજનક અથવા અયોગ્ય પ્રશ્ન પૂછે છે તો તેના પર કેસ પણ ચલાવી શકાય છે.

કયા 33 પ્રશ્ન પૂછાઇ શકે ?

ઘરની બનાવટઃ ઘરની ટાઇલ્સ, દીવાલ અને છતમાં કઇ સામગ્રીનો ઉપયોગ કરાયો છે?

પરિવારના મોભીઃ ઘરના મોભીનું નામ, લિંગ અને કયા સમુદાયમાંથી આવો છે તે અંગેનો ઉલ્લેખ

સુવિધા અને વાહનઃ ઘરમાં પીવાના પાણી અને વીજળીની પ્રાથમિક સુવિધા કેવા પ્રકારની છે?, તમારી પાસે કયા વાહનો છે ?

ખાન-પાનઃ પરિવારમાં કયા પ્રકારના અનાજનું સેવન કરવામાં આવે છે

જીવનસાથીઃ ઘરમાં કેટલા લોકો પરણિત છે (અહીં લિવ-ઇન કપલ્સવાળો નિયમ લાગૂ કરાશે)

ઘરની સ્થિતિઃ મકાન નંબર, ઇમારત નંબર અને ઘર પોતાનું છે કે ભાડાંનું એ અંગે સવાલ પૂછાશે.

કયા રાજ્યમાં કેટલી છે વસ્તી ગણતરની અવધિ ?

પ્રથમ તબક્કોઃ ઘર યાદી અને ઘર ગણતરી, જે રાજ્યોની સુવિધા મુજબ, એપ્રિલથી સપ્ટેમ્બર-2026 સુધી 30 દિવસના સમયગાળામાં હાથ ધરવામાં આવશે. ઘર યાદી પ્રક્રિયા પહેલાં 15 દિવસનો સ્વ-ગણતરીનો સમયગાળો પણ ઉપલબ્ધ રહેશે. આ તબક્કામાં ઘરોની સ્થિતિ અને પરિવારોને ઉપલબ્ધ સુવિધાઓ વિશે માહિતી એકત્રિત કરવામાં આવશે.

બીજો તબક્કોઃ વસ્તી ગણતરી ફેબ્રુઆરી-2027માં હાથ ધરવામાં આવશે. કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં, તે સપ્ટેમ્બર-2026માં હાથ ધરવામાં આવશે. CCPA અનુસાર, આ તબક્કામાં જાતિ ગણતરી પણ હાથ ધરવામાં આવશે. ભારતની છેલ્લી વસ્તી ગણતરી 2011માં હાથ ધરવામાં આવી હતી. વસ્તી ગણતરી 2027 શ્રેણીમાં 16મી અને સ્વતંત્રતા પછી 8મી હશે.

આ પણ વાંચોઃ UN Planning To Nuclear Attack on Iran: યુએનના ટોચના અધિકારીઓ પર શક્તિશાળી લોબીના દબાણ હેઠળ કામ કરવાનો આરોપ