મોહમ્મદ સફાએ જણાવ્યુ છે કે, ઇન્ટરનેશનલ ઓર્ગનાઇઝેશન ઇરાનમાં પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવા તૈયારી કરી રહ્યુ છે.

શક્તિશાળી લોબી અને પરમાણુ હુમલાનો દાવો

પૈટ્રિયોટિક વિઝન ઓર્ગનાઇઝેશનના મુખ્ચ પ્રતિનિધિ રહી ચુકેલા મોહમ્મદ સફાએ ટ્વિટર કર્યુ હતુ. લખ્યું હતુ કે, તેમણે પરમાણુ હુમલાને રોકવા અને આ ભયંકર ષડયંત્ર વિશે વિશ્વને ચેતવણી આપવા માટે પોતાની રાજદ્વારી કારકિર્દી છોડી દીધી છે. તેમણે યુએનના ટોચના અધિકારીઓ પર શક્તિશાળી લોબીના દબાણ હેઠળ કામ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમના સનસનાટીભર્યા દાવાની હજુ સુધી સ્વતંત્ર રીતે ચકાસણી કરવામાં આવી નથી. કે ન યુએન દ્વારા કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી છે.

મોહમ્મદ સફા કોણ છે?

મોહમ્મદ સફાએ સંયુક્ત રાષ્ટ્રમાં પેટ્રિઓટિક વિઝન ઓર્ગેનાઇઝેશનના મુખ્ય પ્રતિનિધિ તરીકે સેવા આપી હતી. PVA સંયુક્ત રાષ્ટ્ર આર્થિક અને સામાજિક પરિષદ સાથે વિશેષ સલાહકાર દરજ્જો ધરાવે છે. સફા એક દાયકાથી વધુ સમયથી આ સંગઠન સાથે સંકળાયેલા હતા અને 2013 થી તેના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યા હતા. સફાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર રાજીનામાની જાહેરાત કરતો એક વિગતવાર પત્ર શેર કર્યો. તેમણે દાવો કર્યો હતો કે સંયુક્ત રાષ્ટ્રમાં કેટલાક ટોચના અધિકારીઓ એક શક્તિશાળી લોબીથી પ્રભાવિત છે, જે એવા નિર્ણયો લે છે જેના વિનાશક પરિણામો આવી શકે છે.

https://twitter.com/mhdksafa/status/2038190305950781695 

મોહમ્મદ સફાના આરોપો

મોહમ્મદ સફાએ કહ્યું કે તેમણે ખૂબ વિચાર-વિમર્શ પછી રાજીનામું આપવાનો નિર્ણય લીધો કારણ કે તેઓ માનવતા વિરુદ્ધના ગુનાનો ભાગ ન બની શકે. તેમણે કહ્યું, મેં આ માહિતી લીક કરવા માટે મારી રાજદ્વારી કારકિર્દી છોડી દીધી. જેથી મોડું થાય તે પહેલાં પરમાણુ શિયાળો' અટકાવી શકાય. પોતાના પત્રમાં, સફાએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે ઓક્ટોબર 2023 માં ઇઝરાયલ પર હમાસના હુમલા અને ત્યારબાદના યુદ્ધ દરમિયાન તેમને ટીકા, સેન્સરશીપ અને અસંમતિ વ્યક્ત કરવા બદલ ધમકીઓનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચોઃ Iranના આ ત્રણ સ્થળો પર America કેમ ઇચ્છે છે પોતાનું નિયંત્રણ?, જાણો