ભારતીય રેલ્વે દ્વારા મુસાફરોની સુવિધા વધારવા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેલ્વે વિભાગ દ્વારા ટિકિટ બુકિંગ અને રિઝર્વેશન સિસ્ટમમાં સુધારો કરવાની દિશામાં વધુ એક મોટું પગલું ભરતા તત્કાલ ટિકિટ બુંકિગના નિયમમાં બદલાવ કરવામાં આવ્યો છે. આગામી મહિનાની શરૂઆત એટલે કે 1 જુલાઈથી રેલ્વેમાં આ નવો નિયમ લાગુ થશે. આ નિયમ અંતર્ગત અગાઉ રિઝર્વેશન ચાર્ટ 4 કલાક પહેલા રજૂ કરવામાં આવતો હતો તેના બદલે હવે 8 કલાક પહેલા પહેલા રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરાશે.
રેલ્વે મંત્રીએ નવા પ્રસ્તાવને આપી લીલી ઝંડી
રેલ્વે મંત્રાલય દ્વારા તત્કાલ ટિકિટ બુંકિગમાં બદલાવ કરવાને લઈને પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવને રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે એક મહત્વપૂર્ણ પ્રસ્તાવને લીલી ઝંડી આપી દીધી છે. જુલાઈ મહિનાના આરંભથી જ રેલ્વેમાં નવો નિયમ લાગુ થશે. આ નવા નિયમ અંતર્ગત વેઇટિંગ લિસ્ટના મુસાફરો માટે આ એક વિશેષ સુવિધા કહી શકાય. અર્થાત્ ટ્રેન ઉપડવાના 8 કલાક પહેલા રિઝર્વેશન ચાર્ટ સામે આવતા તેઓ તેમના પ્રવાસની નિશ્ચિત સ્થિતિ જાણી શકાશે. અને આ ચાર્ટમાં તેમની ટિકિટ કન્ફર્મ ના થઈ હોવાનું સામે આવ્યા બાદ તેઓ વૈકલ્પિક વ્યવસ્થા કરી શકે છે.
મુસાફરોની સુવિધામાં વધારો
રેલ્વે બોર્ડ દ્વારા આ પ્રસ્તાવ આગળ મૂક્યો હતો. જેના પર રેલ્વે મંત્રીએ અધિકારીઓને તબક્કાવાર રીતે તેનો અમલ કરવા સૂચના આપી છે. 1 જુલાઈથી તત્કાલ ટિકિટ બુકિંગના નિયમોમાં પણ ફેરફાર થવા જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, રેલ્વેની આ નવી વ્યવસ્થા મુસાફરો માટે એક મોટી ભેટ માનવામાં આવી રહી છે. વેઇટિંગ લિસ્ટના મુસાફરો રેલ્વેના આ નવા બદલાવથી હવે તેમની ટિકિટની સ્થિતિ અગાઉથી જાણી શકશે. અને તેમના પ્રવાસ શરૂ થવાના છેલ્લી ક્ષણ સુધી ટિકિટની સ્થિતિ અંગે રાહ જોવી પડશે નહીં.જો ટિકિટ કન્ફર્મ નહીં થાય, તો મુસાફરો પાસે વૈકલ્પિક મુસાફરીની યોજના બનાવવા માટે વધુ સમય મળશે.
IRCTC એકાઉન્ટ આધાર કાર્ડ સાથે લિંક
IRCTCમાં પ્રોફાઈલ બનાવી હશે. રેલ્વે તત્કાલ ટિકિટ બુકિંગને લઈને નિયમોમાં મોટો ફેરફાર કરતા ફરજીયાતપણે IRCTC પ્રોફાઈલ અપડેટ કરવી પડશે. ટિકિટ બુકિંગ માટે IRCTC એકાઉન્ટ આધાર કાર્ડ સાથે લિંક કરવું. જો તમારું એકાઉન્ટ આધાર સાથે લિંક હશે તો જ તમે તત્કાલ ટિકિટ બુકિંગ વિશે તત્કાલ માહિતી મેળવી શકશો.