એર ઈન્ડિયાની ટોક્યો-દિલ્હી ફ્લાઈટ A-I357ની કેબિનમાં સતત ગરમ તાપમાન વધી રહ્યું હોવાના કારણે 29 જૂનની સાંજે સાવચેતીની ભાગરૂપે કોલકાતા ડાયવર્ટ કરવામાં આવી છે અને વિમાનનું સુરક્ષિત રીતે લેન્ડિંગ પણ કરવામાં આવ્યું છે. ત્યારબાદ ટેક્નિશયનોએ તેની તપાસ શરૂ કરી છે. એર ઈન્ડિયાએ એક નિવેદનમાં કહ્યું કે કોલકાતામાં અમારા ગ્રાઉન્ડ કલીગ્સ આ અચાનક આપવામાં આવેલા ડાયવર્ઝનને કારણે મુસાફરોને થતી અસુવિધાને ઓછી કરવા માટે અમારા ગ્રાઉન્ડ સાથીદારો મુસાફરોને જરૂરી તમામ મદદ પૂરી પાડી રહ્યા છે.


ફ્લાઈટે ટોક્યોના હનેડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી ઉડાન ભરી હતી

એર ઈન્ડિયાએ કહ્યું કે ફ્લાઈટ A-I357ના મુસાફરોને જલ્દીમાં જલ્દી દિલ્હી પહોંચાડવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે. એરલાઈન કંપનીએ મુસાફરોને થયેલી અસુવિધા માટે દુઃખ વ્યક્ત કર્યું. આ ફ્લાઈટે ટોક્યોના હનેડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી ઉડાન ભરી હતી અને તેને દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ કરાવવાની હતી પણ તેની વચ્ચે ફ્લાઈટના કેબિનમાં ગરમીનું તાપમાન વધતા પાયલોટે ફ્લાઈટને તાત્કાલિક કોલકાતા એરપોર્ટ પર ડાયવર્ટ કરી અને સુરક્ષિત રીતે ત્યાં લેન્ડ કરાવી છે.

ફ્લાઈટમાં નશામાં ધૂત મુસાફરે મચાવ્યો હતો હંગામો

બીજી તરફ ગઈકાલે એટલે કે 28 જૂને અમૃતસર-દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એક દારુ પીધેલો વ્યક્તિ વિમાનમાં બેઠો અને વિમાનમાં પાયલોટ અને સહ-મુસાફરોની સાથે તેનો ઝઘડો થયો, આ દરમિયાન મુસાફરે ખુબ જ અભદ્ર વ્યવહાર કર્યો હતો. દિલ્હી એરપોર્ટ પર ઉતરતા જ આ વ્યક્તિને એરપોર્ટના સુરક્ષાકર્મીઓના હવાલે કરી દેવામાં આવ્યો હતો. આ ઘટના એર ઈન્ડિયાની ફ્લાઈટ AI454માં બની હતી. જેમાં 40 વર્ષનો વ્યક્તિ અમૃતસરના શ્રી ગુરુ રામદાસજી આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી વિમાનમાં બેસતા પહેલા જ ગ્રાઉન્ડ સ્ટાફ સામે આક્રમક થયો હતો. જો કે તેને દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં જવાની પરવાનગી આપવામાં આવી હતી. પોતાની પત્ની અને બાળકોની સાથે મુસાફરી કરી રહેલા આ વ્યક્તિએ મુસાફરી દરમિયાન સહ-મુસાફરોની સાથે ખોટો ઝઘડો કરવાનો શરૂ કરી દીધો હતો.


  • Follow us on: