ભારતીય રેલવેમાં દરરોજ લાખો લોકો મુસાફરી કરે છે. ઘણી વખત અચાનક મુસાફરી કરવાની ફરજ પડે ત્યારે કન્ફર્મ ટિકિટ મળવી અશક્ય બની જાય છે. આવી સ્થિતિમાં મુસાફરોએ વેઇટિંગ લિસ્ટ અથવા આરએસી (RAC) ટિકિટ સાથે પ્રવાસ કરવો પડે છે. ટ્રેનમાં ચડ્યા પછી મોટાભાગના લોકો ખાલી સીટ મેળવવા માટે ટ્રેન ટિકિટ એક્ઝામિનર એટલે કે TTE નો પીછો કરતા જોવા મળે છે, છતાં ઘણીવાર નિરાશા જ હાથ લાગે છે. પરંતુ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. IRCTC તેના મુસાફરોની સુવિધા માટે એક એવું શાનદાર ઓનલાઈન ફીચર આપે છે, જેનાથી તમે ઘરે બેઠા અથવા ચાલતી ટ્રેનમાં પણ કઈ સીટ ખાલી છે તેની લાઈવ માહિતી મેળવી શકો છો.


શું છે IRCTC નું 'ચાર્ટ વેકેન્સી' ફીચર?

આ ખાસ ડિજિટલ સુવિધાને 'ચાર્ટ વેકેન્સી' (Chart Vacancy) તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે કોઈપણ ટ્રેન ઉપડવાના થોડા કલાકો પહેલા તેનો ફાઈનલ રિઝર્વેશન ચાર્ટ તૈયાર થાય છે, ત્યારે આ ફીચર એક્ટિવ થઈ જાય છે. તે મુસાફરોને લાઈવ રિઝર્વેશન ચાર્ટ જોવાની મંજૂરી આપે છે. આ ફીચરની મદદથી તમે ટ્રેનના કયા કોચમાં (ડબ્બામાં), કઈ બર્થ (લોઅર, મિડલ કે અપર) અને કઈ સીટ ખાલી છે તેની સચોટ વિગતો તમારા મોબાઈલ પર જ જોઈ શકો છો.

ખાલી સીટ શોધવાની અને બુક કરવાની સંપૂર્ણ પ્રક્રિયા

જો તમારી પાસે વેઇટિંગ ટિકિટ છે અને તમે ખાલી સીટ મેળવવા માંગો છો, તો નીચેના સરળ સ્ટેપ્સ ફોલો કરો:

સ્ટેપ 1: સૌપ્રથમ IRCTC ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ અથવા તમારા મોબાઇલમાં 'IRCTC Rail Connect' એપ ઓપન કરો.

સ્ટેપ 2: હોમ પેજ પર તમને 'Charts / Vacancy' નો એક ઓપ્શન દેખાશે, તેના પર ક્લિક કરો.

સ્ટેપ 3: હવે એક નવું પેજ ખુલશે, જ્યાં તમારે ટ્રેન નંબર અથવા નામ, મુસાફરીની તારીખ અને બોર્ડિંગ સ્ટેશન (જ્યાંથી ટ્રેન પકડવાની છે) ની વિગતો ભરીને 'Get Train Chart' પર ક્લિક કરવાનું રહેશે.

સ્ટેપ 4: આટલું કરતા જ તમારી સ્ક્રીન પર ટ્રેનનો ક્લાસ વાઈઝ (Sleeper, 3AC, 2AC) આખો લેઆઉટ ખુલી જશે.

સ્ટેપ 5: તમે જે ક્લાસમાં મુસાફરી કરી રહ્યા છો તે સિલેક્ટ કરો. ત્યાં તમને ખાલી સીટોની આખી યાદી સ્ટેશન વાઈઝ જોવા મળશે.

મહત્વની ટીપ:

એકવાર તમને ખાલી સીટનો નંબર અને કોચની માહિતી મળી જાય, એટલે તરત જ ટ્રેનમાં હાજર TTE નો સંપર્ક કરો. રેલવેના નિયમો અનુસાર, TTE 'પહેલા આવો, પહેલા મેળવો' (First Come, First Served) ના ધોરણે નિયત ભાડું અથવા પેનલ્ટી લઈને તમને તે સીટ કાયદેસર રીતે ફાળવી દેશે અને તેની પાકી રસીદ આપશે. આ સુવિધાનો ઉપયોગ કરીને તમે તમારી મુસાફરીને ઝંઝટમુક્ત અને આરામદાયક બનાવી શકો છો.

આ પણ વાંચોઃ Canada: ઓસ્ટ્રેલિયા બાદ હવે કેનેડાએ 16 વર્ષની નાના બાળકો માટે સોશિયલ મીડિયા પર લગાવ્યો પ્રતિબંધ

  • Follow us on: