કોલકાતામાં દુર્ગાપૂજાના પાવન પર્વ પર સપ્તમીની સાંજે ચોરબાગાન સર્વજનિક દુર્ગોત્સવ સમિતિના વિશાળ પંડાલમાં દર્શન માટે અસંખ્ય ભક્તોની ભીડ ઉમટી હતી. તે દરમિયાન બહાર અચાનક શરૂ થયેલા ભારે વરસાદના કારણે લોકો પંડાલની અંદર ધસી જતાં નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ ગંભીર દુર્ઘટનામાં અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત થયા હતા, જેમને તાત્કાલિક સારવાર અર્થે કલકત્તા મેડિકલ કોલેજ ખસેડાયા હતા. મળેલી માહિતી મુજબ આ ઘટનામાં 17 લોકોના મોત થયા છે જ્યારે 35 ઘાયલ થયા છે.
વરસાદ શરૂ થતાં લોકો અંદર ધસી આવ્યા
પૂજા આયોજકો અનુસાર સાંજે આશરે 7:30 વાગ્યે વરસાદ શરૂ થતાં લોકો અંદર ધસી આવ્યા અને આ અકસ્માત સર્જાયો હતો. સપ્તમીની સાંજે ચોરબાગાન પંડાલમાં દર્શન માટે પગ મૂકવાની જગ્યા નહોતી એટલી ભારે ભીડ જામી હતી. તે દરમિયાન મંડપનું સ્ટ્રક્ચર ધરાશાયી થવાની આશંકાથી નાસભાગ મચી ગઈ હતી.
https://x.com/ANI/status/2111498850263560590
મંડપનો એક હિસ્સો તૂટતાં લોકો જીવ બચાવવા ભાગ્યા
દર્શનાર્થીઓના જણાવ્યા મુજબ મંડપનો એક હિસ્સો તૂટતાં લોકો જીવ બચાવવા ભાગ્યા અને ઘણા લોકો નીચે પટકાઈને કચડાયા હતા. આ પંડાલમાં બહાર નીકળવા માટે એક ઊંચો ગોળાકાર કોરિડોર બનાવાયો છે, જ્યાંથી 360 ડિગ્રી ફરીને જવું પડે છે અને શરૂઆતમાં દુર્ઘટના તે કોરિડોરમાં ઘટી હતી. ચોરબાગાન પંડાલની વર્ષ 2026ની થીમ ‘અરવા’ એટલે કે ‘બિયોન્ડ સાઉન્ડ’ રાખવામાં આવી હતી.
કોઈ સુરક્ષાત્મક પગલાં લેવાયાં નહોતાં
સ્થાનિકોએ ભીડ નિયંત્રણ મુદ્દે આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું કે હજારો સ્વયંસેવકો અને પોલીસ હાજર હોવા છતાં કોઈ સુરક્ષાત્મક પગલાં લેવાયાં નહોતાં. કોલકાતા પોલીસનું વાહન માત્ર ઊભું રહ્યું અને પૂજા કમિટીનો કોઈ માણસ દેખાયો નહોતો. ત્યાં કોઈ એમ્બ્યુલન્સની પણ સુવિધા નહોતી.
https://x.com/ANI/status/2111488666313142357
ઘટનામાં 17 લોકોના મોત થયા
રહીશોએ આક્ષેપ કર્યો કે પાર્ક કરેલી ગાડીઓ હટાવાઈ ન હોત તો 10 લોકોને બચાવી શકાયા હોત. સમગ્ર વ્યવસ્થા માત્ર વીઆઈપી અને મહેમાનો માટે જ ઊભી કરાઈ હતી, સામાન્ય લોકો માટે નહીં. બીજી તરફ આ બનાવમાં 4 થી 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જે પૈકી કેટલાકની હાલત ગંભીર છે. ઘટના બાદ સુવેન્દુ અધિકારી અને પ્રદેશ ભાજપ પ્રમુખ સમિક ભટ્ટાચાર્ય હોસ્પિટલ પહોંચ્યા હતા અને દર્દીઓની સ્થિતિ જાણી ખબરઅંતર પૂછ્યા હતા. ઘટનામાં 17 લોકોના મોત થયા છે જ્યારે 35 ઘાયલ થયા છે.
આ પણ વાંચો : Vadodara : ગરબાના પાસની મોટી રામાયણ...સતત ફોનથી કંટાળ્યા નગરસેવકો...આખરે કહી દીધું પાસ માટે ફોન કે મેસેજ ના કરો..