થોડાં વર્ષો પહેલા બ્લૂ વ્હેલ ગેમના કારણે બાળકો અને યુવાનોને આત્મહત્યા કરતા હતા, જેના અનેક કેસ સામે આવ્યા હતા. એ ગેમમાં ટાસ્ક પૂરા કરતા કરતા અંતે જીવ આપવાનો દબાણ ઊભું કરવામાં આવતું હતું. હવે એ જ પ્રકારની આશંકા સાથે “કોરિયન લવર્સ” નામની એક નવી ઓનલાઈન ટાસ્ક-આધારિત ગેમ ચર્ચામાં આવી છે, જેના કારણે ગાઝિયાબાદમાં ત્રણ માસૂમ બહેનોના જીવ ગયા હોવાની શંકા છે.

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના ટીલામોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ભારત સિટી હાઉસિંગ સોસાયટીમાં આ દિલ દ્રાવક ઘટના બની. અહીં રહેતી ત્રણ બહેનોએ રાત્રે લગભગ 2:30 વાગ્યે તેમના ફ્લેટના નવમા માળની બાલ્કનીમાંથી કૂદી આત્મહત્યા કરી. આ ઘટનાથી પરિવાર નહીં, પણ દરેક લોકો સ્તબ્ધ થઈ ગયા છે.

મધ્યરાત્રિએ મચેલો શોક

રાત્રિના નિઃશબ્દ વાતાવરણને ચીરી નાખતી ચીસોથી લોકો બહાર દોડી આવ્યા. ત્રણેય બહેનો એકસાથે જમીન પર પડી હતી. પોલીસને ઘટનાસ્થળેથી એક પાનાની સુસાઇડ નોટ મળી, જેમાં માત્ર એટલું લખેલું હતું – “માફ કરશો, મમ્મી, પપ્પા.” આ થોડાં શબ્દો જ બતાવે છે કે બાળકો કેટલા ભારે માનસિક દબાણમાં હતી.

“કોરિયન લવર્સ” ગેમ શું છે?

પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે ત્રણેય બહેનો “કોરિયન લવર્સ” નામની ઓનલાઈન ગેમમાં સંપૂર્ણ રીતે ફસાઈ ગઈ હતી. આ ગેમમાં ખેલાડીને એક પછી એક ટાસ્ક આપવામાં આવે છે. શરૂઆતમાં સરળ લાગતા આ ટાસ્ક ધીમે ધીમે જોખમી અને માનસિક રીતે ત્રાસદાયક બની જાય છે – ગેમમાં કુલ 50 ટાસ્ક હતા. મૃતક બહેનોના પિતાએ જણાવ્યું કે ગઈકાલે છેલ્લું ટાસ્ક હતું. આશંકા છે કે આ અંતિમ ટાસ્કમાં જ કોઈ ખતરનાક સૂચના આપવામાં આવી હતી.

પિતાનો દુઃખદ ખુલાસો

પિતાએ કહ્યું કે તેમની દીકરીઓ મોબાઇલ પર કોરિયન ગેમ રમતી હતી. પોલીસે ત્રણેયના ફોન કબજે કરી ડિજિટલ ફોરેન્સિક તપાસ શરૂ કરી છે. તેમણે એ પણ જણાવ્યું કે દીકરીઓએ કૂદવા માટે બે પગથિયાંવાળી સીડીનો ઉપયોગ કર્યો હતો, જે બતાવે છે કે આ પગલું અચાનક નહીં પરંતુ કોઈ દબાણ હેઠળ લેવાયું હોઈ શકે છે.

બ્લુ વ્હેલ ચેલેન્જમાં શું હતું?

બ્લુ વ્હેલ ચેલેન્જ એક ખતરનાક ઓનલાઈન ગેમ હતી જે 2016-2017 ની આસપાસ ઉભરી આવી હતી. સહભાગીઓ એક અજાણ્યા "ક્યુરેટર" સાથે જોડાયેલા હતા જે સોશિયલ મીડિયા સાથે જોડાયેલા હતા. ક્યુરેટરે રોજિંદા કાર્યો સોંપ્યા. આ કાર્યો ધીમે ધીમે ભય, ઊંઘનો અભાવ, એકલતા અને સ્વ-નુકસાન તરફ દોરી જતા હતા. ઘણીવાર, ક્યુરેટર તેમને બ્લેકમેલની ધમકી આપીને કંઈપણ કરવા દબાણ કરતા હતા, જેના પરિણામે ઘણા બાળકોના મૃત્યુ થતા હતા. તે ફક્ત ભારતમાં જ નહોતું, પરંતુ ઘણા દેશો પર તેની અસર પડી હતી. તેના કારણે લગભગ 100 લોકોએ જીવ ગુમાવ્યા હતા. જોકે, ઘણા સરકારી અહેવાલોમાં જણાવાયું છે કે ભારતમાં આ મૃત્યુનું સીધું કારણ બ્લુ વ્હેલ ચેલેન્જ નહોતું. વધુમાં, કિકી ચેલેન્જ અને મોમો ચેલેન્જ પણ ઉભરી આવ્યા છે.

પોલીસનું સત્તાવાર નિવેદન

પોલીસના જણાવ્યા મુજબ, રાત્રે 2:15 વાગ્યે પોલીસને જાણ મળી હતી. ત્રણેયને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. હાલ સમગ્ર મામલે દરેક દિશામાં તપાસ ચાલી રહી છે. આ ઘટના ફરી એકવાર ચેતવણી આપે છે કે ઓનલાઈન ટાસ્ક-બેઝ્ડ ગેમ્સ બાળકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે. બ્લૂ વ્હેલ પછી આવો જ કેસ ફરી સામે આવ્યો છે, જે માતા-પિતાઓ માટે ગંભીર સંદેશ છે.

આ પણ વાંચો : Russia Ukraine war : શાંતિ મંત્રણા પહેલા રશિયાનો ભયાનક હુમલો, યુક્રેન પર 32 બેલિસ્ટિક મિસાઇલ વરસી