તેજ પ્રતાપ યાદવે કોઇનું નામ લીધા વિના ફરી પ્રહાર કર્યા છે. જેને લઇને રાજકીય ભૂકંપ સર્જાયો છે. તેજ પ્રતાપ યાદવના નિવેદન બાદ શંકા સેવાઇ રહી છે કે, લાલૂ પ્રસાદ યાદવ પરિવારની લડાઇ હવે સુપ્રીમ કોર્ટમાં જોવા મળશે. થોડા દિવસો પહેલા લાલૂ પ્રસાદ યાદવે પોતાની મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવને પરિવાર અને પક્ષમાંથી હાંકી કાઢ્યા હતા. જે બાદ પરિવારની લડાઇઓ જોવા મળી રહી છે. સંબંધો પર શાબ્દિક પ્રહાર કરવામાં આવી રહ્યા છે.


તેજ પ્રતાપના ચોંકાવનારા નિવેદનો

તેજ પ્રતાપ યાદવના પણ ચોંકાવનારા નિવેદનો સામે આવી રહ્યા છે. તેઓ અનુષ્કા યાદવ સાથેના સંબંધો બાદ ટીકાઓનો સામનો કરી રહ્યા છે. તેઓએ જણાવ્યુ છે કે, તેમના શાંત સ્વભાવ અને મૌનને કમજોરી સમજવામાં ન આવે. તે શાંત છે તો તેનો અર્થ એ નથી કે તેઓ કાર્યવાહી ન કરી શકે. પરિવાર માટે તેઓ ગમે તે કરી શકે છે. તેજ પ્રતાપે વધુમાં કહ્યુ હતુ કે, તમામ લોકોનો પર્દાફાશ થશે. તેમને પાસે તમામ પુરાવા છે.

અનુષ્કા યાદવ સાથેના સંબંધોથી આવ્યા ચર્ચામાં

અનુષ્કા યાદવ સાથેના સંબંધોએ તેજ પ્રતાપને ફરી ચર્ચામાં લાવ્યા હતા. તેઓએ પ્રથમ લગ્ન ઐશ્વર્યા રાય સાથે કર્યા હતા. પરંતુ બાદમાં ઐશ્વર્યાએ લગ્ન જીવનમાં ભંગાણ અને ઘર કંકાશ હોવાનું જણાવ્યુ હતુ. અને બાદમાં તેઓ અલગ થઇ ગયા હતા. હવે ફરી અનુષ્કા સાથેના સંબંધોએ તેજ પ્રતાપને સાંસારિક જીવન તરફ વાળ્યો છે. અનુષ્કા તેજ પ્રતાપના ભાઇની બહેન છે. આ સંબંધો જગ જાહેર થતા તેઓને લાલૂ યાદવે ઘર, પરિવાર, સંપત્તિ અને પક્ષમાંથી હકાલપટ્ટી કરી હતી. 

  • Follow us on: