તેજપ્રતાપ યાદવ અને અનુષ્કા યાદવના પ્રેમ સંબંધ મામલે દરેક જગ્યાએ ચર્ચાઓ થઇ રહી છે. ત્યારે આ પ્રેમ સંબંધમાં તેજપ્રતાપને તેમના ઘર, સંપત્તિ અને પક્ષમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. હવે આ કેસમાં તેજપ્રતાપના પરિવાર બાદ અનુષ્કાના ભાઇની પ્રતિક્રિયા સામે આવી છે. તેણે જણાવ્યુ છે કે, બહેનના સન્માન માટે લડત કરીશ. તો સાથે જ તેણે અનુષ્કા અને તેજપ્રતાપના સંબંધ વિશે ટીપ્પણી કરવાનું ટાળ્યુ હતુ.


આકાશ યાદવે શું કહ્યુ ?

અનુષ્કા યાદવના ભાઇએ પ્રથમવાર આપી પ્રતિક્રિયા. તેમાં તેઓએ લાલુ યાદવના નિર્ણય અંગે ટીપ્પણી કરી હતી. આકાશ યાદવે કહ્યુ હતુ કે, આ કોઇ મુગલ-એ-આઝમનો જમાનો નથી. આકાશ યાદવે પોતાના મનની વાત કેમેરા સમક્ષ કહી છે. આકાશે બહેન અનુષ્કા અને તેજપ્રતાપ અંગે કહ્યુ હતુ કે, આ તેમનું અંગત જીવન છે. જેના પર હું ટીપ્પણી નહી કરી શકું. પરંતુ લાલુ પ્રસાદ યાદવે આ મામલાને સરળ બનાવવા માટે પ્રયત્ન કરવા જોઇએ. તો બીજી તરફ, તેજ પ્રતાપની પક્ષમાંથી હકાલપટ્ટી કરવા મામલે આકાશે કહ્યુ કે, પિતા તરીકે લાલુ પ્રસાદ યાદવે આ મામલે ફરી વિચાર કરવો જોઇએ. બન્ને પરિવારની પ્રતિષ્ઠા ખરડાઇ રહી છે. જેના માટે લાલુ પ્રસાદે કોઇ કાર્યવાહી કરવી જોઇએ.

પરિવારની પ્રતિષ્ઠા બચાવવુ મુશ્કેલ

તેજપ્રતાપ અને અનુષ્કા યાદવની વચ્ચે જે સંબંધો છે. તેને જોતા બન્ને પરિવારની પ્રતિષ્ઠા દાવ પર છે. તેને જાહેરમાં નિલામ કરવી યોગ્ય નથી. સોશિયલ મીડિયા પોસ્ટના આધારે પક્ષમાં કાઢી મુકવા યોગ્ય નથી. અને ઘરમાંથી માતા-પિતા સાથે છેડો ફાડવો એ અનુકુળ નથી. આકાશ યાદવ પણ આરજેડીમાં કાર્યરત હતા. તેમને પણ પક્ષમાંથી કાઢી મુકવામાં આવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યુ છે કે, તેઓ મારી સંપત્તિની તપાસ કરાવી લે. પણ કોઇના ઘરની પુત્રી કે બહેનની માન-મર્યાદા ભંગ ન કરે. લાલુ પ્રસાદ યાદવ પાસેથી અમે ઘણું શિખ્યા છીએ. તેમને ફરિયાદ નથી કરી રહ્યા. આ કોઇ મુગલ-એ-આઝમનો સમય નથી. 

  • Follow us on: