દિલ્હીથી મુંબઈ પહોંચવામાં લાગતા સમયને ઓછો કરવા માટે નવા એક્સપ્રેસનું નિર્માણ થવા જઈ રહ્યું છે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેનું કામ ઘણા પેકેજમાં કરવામાં આવી રહ્યું છે. જેને ધીમેધીમે મુસાફરો માટે ખોલવામાં આવી રહ્યો છે. હાલમાં ગુજરાતમાં કલોલ અને પ્રતાપનગર વચ્ચે 22 કિલોમીટરના આ પેકેજના કામનું અપડેટ સામે આવ્યું હતું. આ પેકેજ 30નો ભાગ છે, જેનું કામ લગભગ પુરુ કરી દેવાયું છે. લોકો તેના પર ક્યાં સુધી સફર કરશે, તેની લેટેસ્ટ અપડેટ પણ સામે આવી છે.  


એક્સપ્રેસનું અપડેટ

દિલ્હી -મુંબઈના ગુજરાત સેક્સનના કામમાં તેજી જોવા મળી રહી છે. ઘણા પેકેજમાં હજી કામ ધીમે ચાલી રહ્યું છે. જો કે ઘણા કામ પુરા થઈ ગયા છે. હાલમાં જે નિર્માણનું અપડેટ સામે આવ્યું છે તે ગુજરાતમાં કલોલ અને પ્રતાપનગરની વચ્ચે 22 કિલોમીટરનું અંતર છે. જેનું કામ ઝડપથી કરવામાં આવી રહ્યું છે. તેના મોટા ભાગના વિસ્તારોમાં અંતિમ ફીનીશીંગનું કામ ચાલી રહ્યું છે. જાણકારી પ્રમાણે આ પેકેજ આગળના બે મહિનામાં પુરી રીતે બનીને તૈયાર થઈ જશે.  

વડોદરાથી એમપી બોર્ડર સુધી આ પેકેજ નંબર 31નું કામ પુરુ થઈ ગયું છે. પેકેજ નંબર 29 એક દોઢ વર્ષ પહેલા જ બનીને પુરુ થઈ ગયું. પેકેજ નંબર 28નું કામ ઝડપથી પુરુ કરવામાં આવી રહ્યું છે. આ સિવાય પેકેજ નંબર 27 પર પણ 30ની જેમ જ ફિનીશીંગનું કામ કરવામાં આવી રહ્યું છે. પેકેજ નંબર 26 પર બાકી તમામની સરખામણીમાં વધારે કામ છે. જેને બનવામાં એક વર્ષનો સમય લાગી શકે છે.  

1380 કિલોમીટર લાંબા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસથી ગણા રાજ્યોને કનેક્ટિવીટી મળશે. જે અંતર્ગત ગુરુગ્રામથી દૌસા સુધી એક સેક્શનનું નિર્માણ કરવામાં આવ્યું છે. વડોદરા અને મુંબઈ વચ્ચે પણ કામ કરવામાં આવી રહ્યું છે. આ એક્સપ્રેસ વે બનવાથી દિલ્હી, મુંબઈ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતને સિધી કનેક્ટિવીટી મળશે. 




  • Follow us on: