ઉત્તર પ્રદેશના બુલંદશહરમાં પ્રેમસંબંધનો એક અનોખો કિસ્સો ચર્ચામાં આવ્યો છે. અહીં 38 વર્ષની પરિણીત મહિલાને પોતાના કરતાં 13 વર્ષ નાના 25 વર્ષના અવિવાહિત યુવક સાથે પ્રેમ થયો હતો. મહિલા ત્રણ બાળકોની માતા છે. બંને વચ્ચે નિકટતા વધતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. જોકે, પોલીસ સ્ટેશનમાં થયેલી વાતચીત બાદ મહિલાના પતિએ પણ તેને પ્રેમી સાથે રહેવાની સંમતિ આપી હતી. પતિએ માત્ર એટલી શરત રાખી હતી કે ત્રણેય બાળકો તેની પાસે રહેશે.
પતિએ પોલીસમાં નોંધાવી હતી ફરિયાદ
આ સમગ્ર મામલો બુલંદશહરના જહાંગીરાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. મહિલા પોતાના પતિ અને ત્રણ બાળકો સાથે રહેતી હતી. ગામમાં રહેતો 25 વર્ષનો અવિવાહિત યુવક મજૂરી કામ કરતો હતો.
તપાસમાં પ્રેમસંબંધની વાત સામે આવી
મહિલાના પતિએ પોલીસને ફરિયાદ કરી હતી કે ગામનો યુવક તેની પત્નીને પરેશાન કરે છે. દરમિયાન મહિલા ઘરેથી જતી રહેતાં પતિએ તેની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસમાં પ્રેમસંબંધની વાત સામે આવી હતી
મહિલા પોતાની મરજીથી યુવક સાથે ગઈ
પોલીસે મહિલાની શોધખોળ શરૂ કરી હતી અને તેને પોલીસ સ્ટેશન બોલાવી પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે મહિલા અને યુવક વચ્ચે પ્રેમસંબંધ હતો. મહિલા પોતાની મરજીથી યુવક સાથે ગઈ હતી.
પ્રેમી સાથે રહેવાની ઇચ્છા વ્યક્ત કરી
ત્યારબાદ પોલીસે મહિલાના પતિ અને યુવકને પણ પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા. મહિલાએ પ્રેમી સાથે રહેવાની ઇચ્છા વ્યક્ત કરી પોલીસે મહિલાને પૂછ્યું કે તે કોની સાથે રહેવા માગે છે. ત્યારે મહિલાએ સ્પષ્ટપણે પ્રેમી સાથે રહેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
પતિએ બાળકો આપવાની શરત મુકી
મહિલાનો નિર્ણય સાંભળ્યા બાદ તેના પતિએ પણ કહ્યું કે તેને આ બાબતે કોઈ વાંધો નથી. જો મહિલા પ્રેમી સાથે રહેવા માગતી હોય તો ત્રણેય બાળકોને તેની પાસે મૂકી જાય. આ રીતે મહિલા પોતાનાં ત્રણેય બાળકોને પતિ પાસે છોડીને પ્રેમી સાથે જતી રહી હતી. આ ઘટનાની ગામ અને આસપાસના વિસ્તારમાં ચર્ચા થઈ રહી છે.
પોલીસે શું કહ્યું?
આ મામલે પોલીસે કહ્યું હતું કે પોલીસ પાસે આ કેસ ગુમ થયાની ફરિયાદ તરીકે આવ્યો હતો. મહિલાની શોધખોળ કરીને તેને પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતી. ત્યાં મહિલાએ પોતાની મરજીથી યુવક સાથે જવાની અને હવે તેની સાથે રહેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, મહિલા અને યુવક બંને પુખ્ત વયનાં છે.
આ પણ વાંચો : Crime : રસગુલ્લો હોવાનું કહીને મોંઢામાં મુકી દીધો બોમ્બ, વિસ્ફોટમાં 35 વર્ષીય યુવકનું મોત, પોલીસ તપાસમાં લાગી