કારે અચાનક કાબુ ગુમાવવાને કારણે આ અકસ્માત થયો. પોલીસે ઘાયલોને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં પાંચ લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યુ છે.
બે મહિલા શ્રમિકના મોત
મધ્યપ્રદેશના જબલપુરમાં માર્ગ અકસ્માત થયો હતો. જેમાં 20 લોકો ઘાયલ થયા હતા. રસ્તા પર ઝડપી કારે 20 લોકોને કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં બે મહિલા શ્રમિકના મોત થયા હતા. કારે અચાનક કાબુ ગુમાવવાને કારણે આ અકસ્માત થયો હતો. ઘટનાસ્થળે અંધાધૂંધી ફેલાઈ હતી. પસાર થતા લોકો અને પોલીસે ઘાયલોને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. અહીં પાંચ લોકોની હાલત ગંભીર હોવાનું સામે આવ્યુ છે.
ભોજન કરતા સમયે થયો અકસ્માત
બરેલાના એકતા ચોક ખાતે રોડ ડિવાઇડર પર સફાઈ અને રંગકામનું કામ ચાલી રહ્યું હતું. બે ડઝનથી વધુ કામદારો આ કામમાં રોકાયેલા હતા. જ્યારે કામદારો બપોરનું ભોજન કરી રહ્યા હતા, ત્યારે એક ઝડપી સફેદ કારે તેમને ટક્કર મારી. અકસ્માતમાં બે કામદારોના મોત થયાના અહેવાલ છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. ઘાયલોને મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
પોલીસ તપાસ કરાઇ શરુ
બધા કામદારો મંડલા જિલ્લાના બામહોરી અને આસપાસના ગામોના રહેવાસી હતા. વરિષ્ઠ અધિકારીઓએ ઘાયલોની સ્થિતિની પૂછપરછ કરવા માટે મેડિકલ કોલેજ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને તેમને યોગ્ય સારવાર આપવાનો નિર્દેશ આપ્યો હતો. પોલીસે વિસ્તારને બંધ કરી દીધો છે અને આરોપી કાર ચાલકને શોધવા માટે નજીકના સ્થળોએથી સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે.
આ પણ વાંચોઃ સાઉદીમાં હવે આ તમામ વસ્તુઓ પર નહી લખી શકાય 'અલ્લાહ'નું નામ, જાણો શું છે કારણ?
