સરકારે ઉઠાવેલા આ પગલાં અલ્લાહના અનાદરને રોકવા અને ધાર્મિક પવિત્રાતે ઠેસ ન પહોંચે તે માટે લેવામાં આવ્યા છે.

સાઉદી વાણિજ્ય મંત્રાલયનો નિર્ણય

સાઉદી અરેબિયામાં હવે ઘણી વસ્તુઓ પર અલ્લાહનું નામ લખાયેલું નથી. સાઉદી વાણિજ્ય મંત્રાલયે એક મોટો નિર્ણય લીધો છે. સાઉદી વાણિજ્ય મંત્રાલય હેઠળ, પોલીથીન સહિત ઉપયોગ પછી ફેંકી દેવામાં આવતી ઘણી વસ્તુઓ પર હવે અલ્લાહનું નામ લખવામાં આવશે નહીં. અધિકારીઓ કહે છે કે આનો હેતુ અલ્લાહના પવિત્ર નામને એવી વસ્તુઓ પર લખવાથી અટકાવવાનો છે જેનો દુરુપયોગ થઈ શકે છે અથવા ઉપયોગ પછી ફેંકી દેવામાં આવે છે.

પવિત્ર નામોના અપમાનનું જોખમ

અલ-હુસેને સમજાવ્યું કે, આ પ્રતિબંધ સામાન્ય રીતે વ્યાપારી પ્રવૃત્તિઓમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓ, જેમ કે, શોપિંગ બેગ, પ્રોડક્ટ પેકેજિંગ અને પ્રમોશનલ વસ્તુઓ પર લાગુ પડે છે. ખાસ કરીને એવી વસ્તુઓ જે ટૂંકા ગાળાના ઉપયોગ માટે હોય છે અથવા પછી ફેંકી દેવામાં આવે છે. તેમણે કહ્યું કે, આવી વસ્તુઓનો વારંવાર દુરુપયોગ થાય છે અથવા કચરાપેટીમાં ફેંકી દેવામાં આવે છે. જેનાથી પવિત્ર નામોનું અપમાન થવાનું જોખમ રહેલું છે.

અલ્લાહના નામને સાચવવા લેવાયા પગલાં

મંત્રાલયના સત્તાવાર X એકાઉન્ટ પર જાહેર કરાયેલા નિવેદનમાં, અબ્દુલરહેમાન અલ-હુસેને જણાવ્યું હતું કે, આ નિર્ણય અલ્લાહના પવિત્ર નામોને સાચવવા અને સુરક્ષિત રાખવા માટે લેવામાં આવ્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, અલ્લાહના નામોનું ઊંડું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ છે અને તેથી તે એવી વસ્તુઓ પર લખવા જોઈએ નહીં જેનો ઉપયોગ બેદરકારીથી થઈ શકે છે અથવા ફેંકી શકાય છે.

આ પણ વાંચોઃ Iran Protest 2026: વિરોધ પ્રદર્શનોમાં પાંચ હજારથી વધુ લોકોના થયા છે મોત, અલી ખામેની સરકારે સ્વીકાર્યું