મધ્યપ્રદેશના વેપારીઓએ UPI વ્યવહારો પર લાદવામાં આવેલા નવા શુલ્ક સામે મોરચો ખોલ્યો છે અને આજે સમગ્ર રાજ્યમાં 'નો UPI દિવસ' (No UPI Day) ઉજવવામાં આવી રહ્યો છે. ઇન્દોર, ભોપાલ, જબલપુર અને ગ્વાલિયર સહિતના મુખ્ય શહેરોમાં દુકાનદારો અને વેપારીઓએ QR કોડનો ઉપયોગ કરીને ડિજિટલ ચુકવણી સ્વીકારવાનું સંપૂર્ણપણે બંધ કરી દીધું છે. પેટ્રોલ પંપ ડીલર્સ એસોસિએશન બાદ હવે જથ્થાબંધ અને છૂટક વેપારીઓએ પણ આ વિરોધ પ્રદર્શનમાં સક્રિય ભાગ લીધો છે.

વિરોધનું મુખ્ય કારણ: 0.4% MDR ફી

આ વિરોધનું મુખ્ય કારણ ₹2,000 થી વધુના વેપારી UPI વ્યવહારો પર ૧૫ ઓક્ટોબરથી લાગુ થનારો ૦.૪% મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) છે. વેપારીઓનું કહેવું છે કે કરિયાણા, કપડાં, બુલિયન (સોના-ચાંદી) અને પેટ્રોલ પંપ જેવા ક્ષેત્રોમાં નફાનું માર્જિન પહેલેથી જ ખૂબ મર્યાદિત હોય છે. જો આટલો મોટો ચાર્જ વસૂલવામાં આવશે, તો એકલા ભોપાલ અને ઇન્દોરના વેપારીઓ પર દર મહિને આશરે ₹14.4 કરોડનો વધારાનો આર્થિક બોજ પડશે. ખાસ કરીને જથ્થાબંધ વેપારીઓ માટે તેમના ૯૦% થી વધુ વ્યવહારો ₹૨,૦૦૦ કરતા વધારે રકમના હોય છે, જેના કારણે તેમને ભારે નુકસાન વેઠવાનો વારો આવશે.

બજારોમાં ડિજિટલ વ્યવહારો ઠપ

ઇન્દોરમાં આ આંદોલનનું કેન્દ્ર જોવા મળ્યું છે, જ્યાં 125 થી વધુ વેપાર સંગઠનો અને આશરે 2 લાખ જેટલા વેપારીઓએ આ ચળવળને સમર્થન આપ્યું છે. સરાફા બજાર, કાપડ બજાર અને મરોઠિયા બજાર જેવા મુખ્ય વેપારી કેન્દ્રો પર ડિજિટલ પેમેન્ટ સેવાઓ સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે. વેપારીઓની માંગ છે કે સરકાર દ્વારા આ નવા નિયમો તાત્કાલિક પાછા ખેંચવામાં આવે, અને જ્યાં સુધી આ માેરા પર પુનઃવિચાર ન થાય ત્યાં સુધી ગ્રાહકોને રોકડ રકમ અથવા અન્ય પરંપરાગત માધ્યમોનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Ketan Murder Case: સિયાએ ChatGPT પર એવું તો શું સર્ચ કર્યુ કે પોલીસ પણ ગોથે ચઢી ગઇ...