દેવેન્દ્ર ફડણવીસની સરકારે ગણેસોત્સવના તહેવારને મહારાષ્ટ્રના રાજ્ય મહોત્સવ તરીકે જાહેર કર્યો છે. આ પહેલા સાંસ્કૃતિક મંત્રી આશિષ સેલારે આજે રાજ્ય વિધાનસભામાં બોલતી વખતે કહ્યું હતું કે આ વિશેની સત્તાવાર જાહેરાત જલ્દી કરવામાં આવશે. આ આશ્વાસન ધારાસભ્ય હેમંસ રસાનના અનુરોધ પર આપવામાં આવ્યું હતું. તેમણે સત્ર દરમિયાન આ માંગ કરી હતી. 


1893થી ઉજવવામાં આવે છે ગણેશોત્સવ

મહારાષ્ટ્રમાં ગણેસોત્સવની શરૂઆત 1893માં કરવામાં આવી હતી. લોકમાન્ય તિલકે 1893માં ગણેશોત્સવની શરૂઆત કરી હતી અને તેેને રાષ્ટ્રવાદ, સામાજીક એકતા, સ્વાભિમાન અને પોતાની ભાષા અને સંસ્કૃતિ પ્રત્યે પ્રેમના મુલ્યો સાથે જોડ્યું હતું. શેલારે કહ્યું હતું કે આ ઉત્સવ આજે પણ તે મુલ્યોને જીવમત રાખે છે. તેમણે જણાવ્યું હતું કે આ ઉત્સવોમાં વિધ્ન કરવા માટે કોર્ટમાં ઘણી અરજીઓ દાખલ કરવામાં આવી હતી. જેમાં પોલીસ અને અધિકારીઓને ઉત્સવની અનુમતી આપવાનું જણાવવામાં આવ્યું હતું. 

મંત્રીએ કહ્યું કે મહાયુતિ સરકારે આવા તમામ અવરોધોને સફળતાથી દૂર કર્યા છે. સાંસ્કૃતિક ભાવનાના આ પુનરુત્થાનને કારણે આ તહેવારને હવે મહારાષ્ટ્રના તહેવાર તરીકે ઉજવવામાં આવશે. શેલારે ભાર મૂક્યો કે સરકાર રાજ્યની સાંસ્કૃતિક ઓળખને જાળવવા અને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે અને ગણેશોત્સવ મહારાષ્ટ્રના સામૂહિક વારસાનું પ્રતીક છે.

ક્યારે મનાવવામાં આવેસ ગણેશોત્સવ

આ વર્ષે ગણેશોત્સવ 26-27 ઓગસ્ટના રોજ મનાવવામાં આવશે. 2025માં ગણેશ ચતુર્થી ઉત્સવ અને તેનું અનુષ્ઠાન બુધવાર 27 ઓગસ્ટની બપોરે ગણેશ પૂજાના મુરત સાથે શરૂ થશે. જે સવારે 11 વાગ્યાથી બપોરે 1-40 સુધી રહેશે. ગણેશ વિસર્જન 2025 શનિવાર, 6 સપ્ટેમ્બર, 2025 ના રોજ યોજાવાનું છે. હિન્દુ ધર્મમાં ગણેશ ચતુર્થી એ સમૃદ્ધિ અને શાણપણના દેવતા ભગવાન ગણેશના જન્મની 10 દિવસની ઉજવણી છે. તે હિન્દુ કેલેન્ડરના છઠ્ઠા મહિના ભાદ્રપદના ચોથા દિવસે શરૂ થાય છે.




  • Follow us on: