કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને લઇને ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાએ આપત્તિજનક ટિપ્પણી કરી છે. તેમણે ત્યાં સુધી કહી દીધુ કે કે ગૃહમંત્રીનું માથુ કાપીને ટેબલ પર મૂકી દેવુ જોઇએ.. આ નિવેદન મહુઆ મોઇત્રાએ બંગાળમાં ગેરકાયદે ઘૂસણખોરી સાથે જોડાયેલી કાર્યવાહીને લઇને આપ્યુ છે. તેમણે પોતાના ભાષણમાં તર્ક કરતા કહ્યું કે ગેરકાયદે ઘૂસણખોરીની જવાબદારી સંપૂર્ણ રીતે કેન્દ્ર સરકાર અને તેની એજન્સીઓની છે. આ સમાચાર મીડિયા હાઉસ ટીવી9 ભારત વર્ષના અહેવાલ અનુસાર અહીં રજૂ કરાયા છે.



ઘૂસણખોરીને લઇને શું બોલ્યા મહુઆ મોઇત્રા? 

ટીએમસી સાંસદે કહ્યું કે મારો સ્પષ્ટ સવાલ છે કે તેઓ કહી રહ્યા છે ઘૂસણખોર..ઘૂસણખોર..ઘૂસણખોર..અમારી જે બોર્ડર છે તેની રખેવાળી જે એજન્સી કરી રહી છે તે કેન્દ્રીય ગૃહમંત્રાલય હેઠળ આવે છે. પીએમએ 15 ઓગષ્ટના રોજ લાલ કિલ્લા પરથી કહ્યું કે ઘૂસણખોરી થઇ રહી છે જેને કારણે ડેમોગ્રાફી ચેન્જ થઇ રહી છે. ત્યારે પીએમ વાત કરી રહ્યા હતા ત્યારે પહેલી પંક્તિમાં બેઠેલા ગૃહમંત્રી અમિત શાહ તેમની વાત સાંભળીને તાળીઓ પાડી રહ્યા હતા.



મહુઆ મોઇત્રાનું વિવાદિત નિવેદન 

તેમણે કહ્યું કે ભારતની સરહદોની રક્ષા કરનારુ કોઇ નથી અને બીજા દેશના લોકો રોજે સો, હજાર અને લાખોની સંખ્યામાં ઘૂસણખોરી કરી રહ્યા છે, અમારી માતા બહેનો પર નજર રાખી રહ્યા છે. આપણી જમીનો છીનવી રહ્યા છે. તો પહેલા તમારે અમિત શાહનું માથુ કાપીને ટેબલ પર મૂકી દેવુ જોઇએ.


જો ગૃહમંત્રી અને ગૃહમંત્રાલય ભારતની સરહદોની રક્ષા નથી કરતા અને પીએમ મોદી ખુદ બોલી રહ્યા છે કે બહારથી આવનાર લોકો આપણી માતા બહેનો પર નજર નાંખી રહ્યા છે આપણી જમીનો છીનવી રહ્યા છે. તો આ પછી આ કોની ભૂલ છે? તમારી અને મારી ભૂલ છે? આ સમગ્ર મામલે મહુઆ મોઇત્રા વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. 


તો આ તરફ પીએમ મોદી વિશે અપશબ્દો બોલવા અંગે અમિત શાહે રાહુલ ગાંધી પર પ્રહાર ક્રયા છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ નકારાત્મક રાજકારણ શરૂ કર્યું છે. તેમણે ઘુસણખોરો બચાવો યાત્રા શરૂ કરી છે. મતદાર યાદીમાં બેઠેલા ઘુસણખોરો ચૂંટણીને દૂષિત કરશે. જો રાહુલ ગાંધીમાં થોડી પણ શરમ બાકી છે, તો તેમણે પીએમ મોદી અને દેશની માફી માંગવી જોઈએ.


  • Follow us on: