જમ્મુ અને કાશ્મીરના ડોડામાં એક ભયાનક ઘટના બની છે. આ વિસ્તારમાંથી પસાર થતી વખતે આર્મી કેસ્પર ટ્રક ઊંડી ખીણમાં પડી ગઈ, જેમાં પહેલા  ચાર સૈનિકો શહીદ થયા જ્યારે બાદમાં 10 જવાનો શહીદ થયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે 7 જવાનો ઇજાગ્રસ્ત થયા છે. 

 બચાવ કામગીરી તેજ 

કેસ્પર ટ્રક ડોડાના ભાદરવાહ-ચંબા રોડ પર જઈ રહી હતી જે દરમિયાન ટ્રક લગભગ 200 ફૂટ ઊંડી ખાડીમાં પડી ગઈ. સૈનિકોને બહાર કાઢવા માટે બચાવ કામગીરી ચાલી રહી છે, અને બચાવ ટીમો ઝડપી ગતિએ કામ કરી રહી છે.

https://twitter.com/ANI/status/2014272313269932472

ડોડામાં પરિસ્થિતિ સંવેદનશીલ 

જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં સુરક્ષા પરિસ્થિતિ સંવેદનશીલ રહી છે. તાજેતરમાં આતંકવાદી પ્રવૃત્તિઓ અને સુરક્ષા દળોની કામગીરીમાં વધારો થયો છે. ડોડા જિલ્લામાં, ખાસ કરીને પર્વતીય અને જંગલી વિસ્તારોમાં આતંકવાદીઓની હાજરી અંગે ચિંતા વધી રહી છે. ગુપ્તચર અહેવાલો સૂચવે છે કે ડોડા અને પડોશી કિશ્તવાડ જિલ્લામાં ૩૦-૩૫ પાકિસ્તાની મૂળના આતંકવાદીઓ સક્રિય હોઈ શકે છે, જે જંગલોમાં છુપાયેલા છે.


Stock Market Opening: ટ્રેડ ડીલ અંગે ટ્રમ્પનો પોઝિટીવ સંકેત, સેન્સેક્સમાં 730 પોઇન્ટનો ઉછાળો