દિલ્હીમાં રાજકીય વિવાદ વચ્ચે ચૂંટણી પંચે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેને નોટિસ મોકલી છે. આ નોટિસમાં તેમની પાસે 24 કલાકમાં જવાબ માગવામાં આવ્યો છે. આ કાર્યવાહી ત્યારે કરવામાં આવી જ્યારે તેમના એક નિવેદનમાં તેમણે વડાપ્રધાનને “આતંકવાદી” તરીકે સંબોધ્યા હોવાનો આરોપ છે. આ મુદ્દે ભારતીય જનતા પાર્ટીએ આજે જ ચૂંટણી પંચમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી અને કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી.

https://twitter.com/ANI/status/2046936799705243656


ભાજપે કરી હતી ફરિયાદ

ભાજપનું કહેવું છે કે આવા નિવેદનો ચૂંટણી પ્રક્રિયાની ગરિમા અને આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરે છે અને રાજકીય વાતાવરણને બગાડે છે. ફરિયાદ મળ્યા બાદ ચૂંટણી પંચે તાત્કાલિક નોંધ લઈને કોંગ્રેસ અધ્યક્ષને નોટિસ મોકલી છે. આ નોટિસમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તેઓ પોતાના નિવેદન અંગે સ્પષ્ટતા આપે અને જણાવે કે આવા શબ્દપ્રયોગ પાછળનો હેતુ શું હતો. સાથે જ આ અંગે સત્તાવાર જવાબ 24 કલાકની અંદર આપવા જણાવાયું છે.

ચૂંટણી પંચે આ મામલે ગંભીરતા દાખવી

મળતી માહિતી મુજબ આ સમગ્ર મામલો રાજકીય ભાષણ દરમિયાન આપેલા નિવેદન સાથે જોડાયેલો છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં આવી હતી. આ નિવેદન બાદ રાજકીય માહોલ ગરમાયો છે અને વિપક્ષ તથા શાસક પક્ષ વચ્ચે તીખી વાદવિવાદની સ્થિતિ સર્જાઈ છે. ચૂંટણી પંચે આ મામલે ગંભીરતા દાખવી છે અને સ્પષ્ટ કર્યું છે કે ચૂંટણી દરમિયાન કોઈપણ પ્રકારના અપમાનજનક અથવા ભડકાઉ નિવેદનો સહન કરવામાં આવશે નહીં. આ સાથે જ તમામ રાજકીય પક્ષોને આચાર સંહિતાનું પાલન કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે.

હવે સૌની નજર કોંગ્રેસ અધ્યક્ષના જવાબ પર છે, જેના આધારે ચૂંટણી આયોગ આગળની કાર્યવાહી નક્કી કરશે. સમગ્ર ઘટનાએ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે અને આગામી દિવસોમાં આ મુદ્દે વધુ તણાવ સર્જાય તેવી શક્યતા છે.

આ પણ વાંચો I-PAC કેસ મામલે SCની મમતાને ફટકાર, કહ્યું 'CMએ લોકતંત્રને જોખમમાં મૂક્યું'

: