28 મેનો દિવસ દેશ અને રાજ્યના રાજકારણ તેમજ વિકાસની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો સાબિત થવાનો છે. કેન્દ્રીય મંત્રીઓના પ્રવાસથી લઈને રાજ્યોમાં મોટી રાજકીય હલચલ જોવા મળશે. આવો વિગતવાર જાણીએ 28 મેની મોટી ઘટનાઓ વિશે...
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો બે દિવસીય ગુજરાત પ્રવાસ
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ 28 મેથી ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ અમદાવાદ અને ગાંધીનગર લોકસભા વિસ્તારમાં કરોડો રૂપિયાના વિકાસ પ્રકલ્પોની ભેટ આપશે.
ગાંધીનગર અને અમદાવાદમાં લોકાર્પણ અને ખાતમુહૂર્તની યાદી
- વડસર: 'જેડવા તળાવ' અને નવનીત વાંચનાલયનું લોકાર્પણ.
- ખાત્રજ: તળાવ બ્યુટિફિકેશનનું ખાતમુહૂર્ત અને નવીન ગ્રામ પંચાયત કચેરીનું લોકાર્પણ.
- મોટી ભોયણ: પ્રાથમિક શાળાનું લોકાર્પણ.
- ગાંધીનગર ઉત્તર અને કલોલ: વિવિધ નવનિર્મિત વિકાસકાર્યો જનતાને સમર્પિત કરાશે.
- અમદાવાદ: સોલા ઉમિયાધામ કેમ્પસ ખાતે હોસ્ટેલ બિલ્ડિંગ અને નવા વાડજ ખાતે 'ભારત માતા નવનિર્મિત કલ્ચર'નું લોકાર્પણ.
- સંગઠનની બેઠક: પ્રદેશ ભાજપ કાર્યાલય 'કમલમ' ખાતે પદાધિકારીઓ સાથે મહત્વની બેઠક.
- કોમનવેલ્થ ગેમ્સ: અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે રમતગમતની તૈયારીઓની સમીક્ષા બેઠક યોજશે.
સાંજે કરશે કચ્છ-ભુજનો પ્રવાસ
અમિત શાહ 28 મેની સાંજે જ સરહદી જિલ્લા કચ્છના ભુજ પહોંચશે. જ્યાં તેઓ ભારત-પાકિસ્તાન બોર્ડર પર આવેલી વ્યૂહાત્મક રીતે મહત્વની 'હરામી નાલા સીમા ચોકી' ની મુલાકાત લેશે અને ત્યાં સુરક્ષા વ્યવસ્થા તથા વહીવટી સજ્જતાની ઉચ્ચ સ્તરીય સમીક્ષા કરશે.
કર્ણાટકના રાજકારણમાં મોટો ગરમાવો: મુખ્યમંત્રી સિદ્ધારમૈયાનું રાજીનામું શક્ય!
28 મેના રોજ સવારે 9 વાગ્યે બેંગલુરુમાં કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ એક મહત્વની 'બ્રેકફાસ્ટ મીટિંગ' (બેઠક) બોલાવી છે. રાજકીય વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચા મુજબ, આ બેઠક બાદ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પોતાના પદ પરથી રાજીનામું આપી શકે છે. આ ઘટનાક્રમ દક્ષિણ ભારતના રાજકારણમાં મોટો ઉલટફેર લાવી શકે છે.
દિલ્હીમાં રાષ્ટ્રીય કૃષિ સંમેલન (ખરીફ અભિયાન 2026)
કેન્દ્રીય કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાનની અધ્યક્ષતામાં નવી દિલ્હી સ્થિત NASC કોમ્પ્લેક્સ ખાતે રાષ્ટ્રીય કૃષિ સંમેલનનો પ્રારંભ થશે. 28 મેથી 29 મે સુધી ચાલનારા આ સંમેલનમાં દેશમાં આગામી ખરીફ પાકની સિઝન, ખેડૂતોની સુવિધા અને કૃષિ ક્ષેત્રના આધુનિકીકરણ અંગે રોડમેપ તૈયાર કરવામાં આવશે.
સિક્કિમ પોલીસને મળશે 'રાષ્ટ્રપતિ પોલીસ ધ્વજ'
દેશના રાષ્ટ્રપતિ 28 મેના રોજ સિક્કિમના પ્રવાસે રહેશે. ગંગટોક ખાતે આયોજિત એક વિશેષ અને ગૌરવપૂર્ણ સમારોહમાં રાષ્ટ્રપતિના હસ્તે સિક્કિમ પોલીસને પ્રતિષ્ઠિત 'રાષ્ટ્રપતિ પોલીસ ધ્વજ' એનાયત કરવામાં આવશે.
તમિલનાડુના મુખ્યમંત્રી વિજય દિલ્હીમાં સોનિયા-રાહુલ ગાંધીને મળશે
તમિલનાડુના મુખ્યમંત્રી વિજય નવી દિલ્હીની મુલાકાતે છે. 28 મેના રોજ તેઓ કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી અને લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી સાથે ઔપચારિક મુલાકાત કરશે, જેમાં આગામી રાજકીય વ્યુહરચના અંગે ચર્ચા થઈ શકે છે.
ઉત્તરાખંડમાં ભાજપ અધ્યક્ષ નિતિન નવીનનો પ્રવાસ
ભાજપના પ્રદેશ અધ્યક્ષ નિતિન નવીન 28 મેથી ઉત્તરાખંડના ત્રણ દિવસીય પ્રવાસે જશે. આ પ્રવાસ દરમિયાન તેઓ આગામી ચૂંટણીઓની તૈયારીઓ અને સંગઠનની મજબૂતી માટે પક્ષના હોદ્દેદારો સાથે શ્રેણીબદ્ધ બેઠકો કરીને મંથન કરશે.
અન્ય મહત્વના સમાચાર
- 28 મેના રોજ સુરત શહેરને મળશે નવા મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, શાસક પક્ષના નેતા અને અને દંડક મળશે. જેઓના નામો કાલે સવારે 11 વાગે જાહેર કરી દેવામાં આવશે.
- 28 મેના રોજ વડોદરા મનપાના મેયર સહિતના હોદેદારના નામ જાહેર થશે. સવારે 10 કલાકે ભાજપ કાર્યાલય ખાતે નામ જાહેર થશે અને બાદ માં VMCમાં સભામાં સત્તાવાર સુકાન સંભાળશે
- ભાવનગર મનપામાં મેયર ચેરમેનની વરણી થશે. સવારે 11 કલાકે મનપાની સાધારણ સભા મળશે.
આ પણ વાંચો - 27 મેના દિવસભરના 10 મહત્વના સમાચાર વાંચો એક ક્લિક પર
