વલસાડના સાંસદ અને લોકસભાના દંડક ધવલ પટેલે ઉમરગામ અને આસપાસના ઔદ્યોગિક પટ્ટાના હિતમાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને દિલ્હી ખાતે મુલાકાત કરી મહત્વની માંગણીઓ રજૂ કરી છે. ખાસ કરીને ઉમરગામ-સંજાણ વિસ્તારના હજારો શ્રમિકો અને મુસાફરોની સુવિધા માટે લાંબા અંતરની ટ્રેનોને સ્ટોપેજ આપવા પર ભાર મૂક્યો છે, ઉમરગામ-સંજાણ માટે ટ્રેનોના સ્ટોપેજની માગ કરી છે.
વિવિધ ટ્રેનોના સ્ટોપેજ આપવા માટેની માગ
વલસાડ-ઉમરગામ ઇન્ડસ્ટ્રિયલ બેલ્ટ ખૂબ જ ઝડપથી વિકસી રહ્યો છે. ઉદ્યોગો અને જાહેર જનતાની સુવિધા માટે વિવિધ ટ્રેનોના સ્ટોપેજ આપવા માટેની માગ કરવામાં આવી છે.
ઉમરગામ (UBR) સ્ટેશન પર સ્ટોપેજ
- ફ્લાઈંગ રાણી એક્સપ્રેસ (12921 / 12922)
- અવધ એક્સપ્રેસ (19037/ 19038)
- રાણકપુર એક્સપ્રેસ (14707 / 14708)
સંજાણ (SJN) સ્ટેશન પર સ્ટોપેજ
સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ (19217 / 19218)
- ઉધના-વિરાર મેમુ ટ્રેનથી શ્રમિકોને થશે ફાયદો
ઔદ્યોગિક એકમોમાં કામ કરતા શ્રમિકો અને દૈનિક અપ-ડાઉન કરતા મુસાફરો માટે સાંસદે ઉધના અને વિરાર વચ્ચે નવી મેમુ (MEMU) ટ્રેન શરૂ કરવા પણ ભારપૂર્વક રજૂઆત કરી છે. આ ટ્રેન શરૂ થવાથી ઉમરગામ અને સંજાણના પટ્ટામાં કામ કરતા હજારો કામદારોની અવરજવર સરળ બનશે.
ઓવર બ્રિજના કામો બાબતે ગતિ આપવા પણ માગ
અંડરપાસ અને બ્રિજની કામગીરી બાબતે સાંસદ ધવલભાઈ પટેલે કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૌશનવજીને જણાવ્યું કે, ઉદવાડા (UVD) અને ડુંગરી (DGI) ખાતે અંડરપાસનું કામ વહેલી તકે પૂર્ણ કરવામાં આવે. આ ઉપરાંત વલસાડ જિલ્લાના છીપવાડ, મોગરાવાડી અને ગુંદલાવ ખાતેના ઓવર બ્રિજ (ROB) ના કામો બાબતે ગતિ આપવા પણ માગ કરી છે.
આ પણ વાંચો - Valsad: ધરમપુરમાં આદિવાસી સગીરાના અપહરણથી રોષ, સાંસદ અને ધારાસભ્યએ પોલીસ વડા સમક્ષ કડક રજૂઆત કરી