ટેકનોલોજી હંમેશા સાથ આપે જ તેવુ કહેવાય નહી, હાલમાં એક કિસ્સો ભારે ચર્ચામાં છે. કર્ણાટકના CM સિદ્ધારમૈયાને લઇને મેટાએ ટ્રાન્સલેશન કરવામાં ભારે છબરડો વાળ્યો જેમાં અર્થનું અનર્થન કરતા મેટાએ લખ્યુ કે સિદ્ધારમૈયા આપણી વચ્ચે નથી રહ્યા. આ વાત સાંભળતા જ કર્ણાટકના CM ખુબજ ભડક્યા હતા.


કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર દક્ષિણ ભારતીય ફિલ્મ અભિનેત્રી બી. સરોજા દેવીના નિધન પર એક પોસ્ટ કરી હતી અને શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કન્નડ ભાષામાં લખેલી આ પોસ્ટમાં અભિનેત્રીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો, પરંતુ મેટાના ઓટો ટ્રાન્સલેશન ટૂલે તેનો અંગ્રેજીમાં અનુવાદ કરતી વખતે મોટી ભૂલ કરી હતી.

મેટાના ઓટો ટ્રાન્સલેશન ટૂલે સિદ્ધારમૈયાની પોસ્ટનું કન્નડમાંથી અંગ્રેજીમાં ભાષાંતર કર્યું

મેટાના ઓટો ટ્રાન્સલેશન ટૂલે સિદ્ધારમૈયાની પોસ્ટનું કન્નડમાંથી અંગ્રેજીમાં ભાષાંતર કર્યું અને સિદ્ધારમેયાને જ મૃત જાહેર કરી દીધા, જેના પર સિદ્ધારમૈયા ગુસ્સે થયા અને આ ભૂલ પર નારાજગી વ્યક્ત કરી અને તાત્કાલિક સુધારાની માગ કરી.

સિદ્ધારમૈયાએ મેટાને ટેગ કર્યુ હતુ 

મેટાના ટ્રાન્સલેશન ટૂલે સિદ્ધારમૈયાની કન્નડમાં લખેલી પોસ્ટનું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું અને તેમને નો મોર જાહેર કર્યા. પોસ્ટનું અંગ્રેજીમાં આ રીતે ભાષાંતર કરવામાં આવ્યું. ... Chief Minister Siddarmaiah Passed away Yesterday...

હવે તમે વિચારો કર્ણાટકના CM જેવી વ્યક્તિની પોસ્ટ હોય તો કેટલી વાયરલ થાય સોશિયલ મીડિયા પર જ્યારે આ વાત જાહેર થઇ તો ખુદ CM સિદ્ધારમૈયા ભડકયા તેમણે મેટા પર ગુસ્સો ઠાલવ્યો અને કહ્યુ આ તો અર્થનુ અનર્થ છે. સિદ્ધારમૈયાએ મેટાને ટેગ કર્યુ હતુ અને કહ્યુ કે મેટા પ્લેટફોર્મ પર કન્નડ કન્ટેન્ટમાં આવી ભૂલથી યુઝર્સને કેટલી મુશ્કેલી પડતી હશે. આ ખુબ ખતરનાક સાબીત થઇ શકે છે. મારી મીડિયા સલાહકારોને સૂચના છે કે આના પર તાત્કાલીક પગલા લેવા જોઇએ. મે મારી ઔપચારીક્તા પૂર્ણ કરવા એક પત્ર પણ લખ્યો છે જેથી આ મામલે તાત્કાલીક કાર્યવાહી કરવામાં આવે.

સિદ્ધારમૈયાના મીડિયા સલાહકાર મેટાને ટેગ કરતા કેવી પ્રભાકરે આ મામલે 16 જુલાઇને મેટાને ઇમેલ મોકલી આ ગંભીર મામલે ચિંતા વ્યક્ત કરી છે. મેટાના કન્નડ ઓટો ટ્રાન્સલેશનના ફીચરને હાલ પુરતુ બંધ કરવાની માગ કરી છે, કહ્યુ કે જ્યાં સુધી આ ટૂલ બરાબર કામ ન કરે આને બંધ કરી દો જેથી આવી ફરી ફરી ભૂલો ન કરે. 

  • Follow us on: