મિર્ઝાપુર રેલ્વે સ્ટેશન પર બ્રહ્મપુત્ર એક્સપ્રેસ પકડવા આવેલા એક CRPF જવાનનો ટિકિટને લઈને કાવડ યાત્રાળુઓ સાથે બોલાચાલી થઈ ગઈ હતી. જેમાં આ ઝગડો મારામારીમાં ફેરવાઈ ગયો હતો. કાવડ યાત્રાળુઓએ જવાનને નીચે જમીન પર સૂવડાવી દીધા બાદ લાતોથી માર માર્યા હતો. માહિતી મળતાં જ ઘટનાસ્થળે પહોંચેલી રેલ્વે પોલીસે 5 થી 7 કાવડ યાત્રાળુઓની ધરપકડ કરી છે અને તેમની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ ઘટના અંગે હાલ તપાસ ચાલી રહી છે.
મળતી માહિતી પ્રમાણે યુપીના મિર્ઝાપુર રેલ્વે સ્ટેશન પર શનિવારે કાવડ યાત્રા પર નીકળેલા કેટલાક યુવાનોએ CRPF જવાનને ઢોર માર માર્યો હતો. આ જવાન બ્રહ્મપુત્ર એક્સપ્રેસ પકડવા માટે ટિકિટ લઈ રહ્યો હતો ત્યારે આ ઘટના બની. આ ઝગડો ધીમે ધીમે હીંસામાં હિંસામાં ફેરવાઈ ગયો.













