શ્રાવણ મહિનામાં કાંવડ યાત્રાને લઇને યુપી પ્રશાસને જરૂરી સાવધાની વર્તવાની શરૂ કરી દીધી છે. ખાસ કરીને યાત્રા પર ખાદ્ય અને ઔષધિ સુરક્ષાને લઇને કડક નિર્દેશો આપી દીધા છે. ખાદ્ય સુરક્ષા અને ઔષધિ પ્રશાસન વિભાગ તરફથી તમામ જિલ્લામાં આ આદેશ આપ્યો છે. કાંવડ માર્ગ પર તમામ ખાદ્ય સંસસ્થાઓ માટે માન્ય લાઇસન્સ અથવા નોંધણી હોવી ફરજિયાત છે. આ મથકોએ તેમના નોંધણી પ્રમાણપત્રો અને ખાદ્ય સુરક્ષા પ્રદર્શન બોર્ડ (FSD બોર્ડ) સ્પષ્ટપણે પ્રદર્શિત કરવા પડશે જેથી ગ્રાહકો તે જોઈ શકે.
રેસ્ટોરન્ટ્સે લેવુ પડશે લાયસન્સ
દરેક દુકાન પર ફૂડ સેફ્ટી કનેક્ટ એપ સંબંધિત માહિતી બોર્ડ લગાવવા પણ ફરજિયાત છે. કાવડ યાત્રા દરમિયાન માત્ર ખોરાકની ગુણવત્તાનું નિરીક્ષણ કરવામાં આવશે નહીં પરંતુ યોગ્ય દરે ઉપલબ્ધતા પણ સુનિશ્ચિત કરવામાં આવશે. જિલ્લા વહીવટીતંત્રની મદદથી સંયુક્ત નિરીક્ષણ ટીમ ખાતરી કરશે કે કોઈ ગેરકાયદેસર અથવા લાઇસન્સ વિનાના મથકો ન હોય. ખાસ કરીને ખુલ્લામાં માંસ અને ઇંડા વેચવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
ફૂડની કરાશે તપાસ
કાવડ યાત્રા પર લગાવેલા સામાજિક અને ધાર્મિક સંગઠનોના મંડપમાં પીરસવામાં આવતા ભોજનની પણ તપાસ થશે. જો કોઇ ખાદ્ય પદાર્થ ગુણવત્તાના માનાંકો વિરુદ્ધ લાગશે તો તેને તરત જ દૂર કરવામાં આવશે અને કાર્યવાહી કરાશે. દુકાનદારોને આ મામલે જાગૃત કરવામાં આવશે. જરૂર પડ્યે સેમ્પલ લઇને તપાસ કરાશે.
ઔષધિ સુરક્ષાને લઇને પ્રશાસન સતર્ક છે. મેડિકલ સ્ટોરનું નિરીક્ષણ કરીને સુનિશ્ચિત કરાશે કે તેઓ પાસે પુરતી દવાઓ છો. નશીલી કે ઉંઘની દવાઓ ડોક્ટરના લખાણ પર જ અપાશે. જો આ નિયમનું ઉલ્લંઘન કરશે તો કડક કાર્યવાહી કરાશે. બ્લડ બેંકોને નિર્દેશ અપાયો છે કે તેઓ આકસ્મિક સ્થિતિમાં કાંવડિયાઓને પ્રાથમિકતાના આધારે બ્લડ ઉપલબ્ધ કરાવે.
QR કોડના માધ્યમથી થશે નોંધણી
સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે લોકોની ઓળખ અને નોંધણીની પ્રક્રિયા QR કોડના માધ્યમથી થશે. આ વ્યવસ્થા શંકાસ્પદ વ્યક્તિને ઓળખવા અને દેખરેખ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. પ્રશાસને તમામ જિલ્લાને નિર્દેશ આપ્યો છે કે રોજે કાર્યવાહીની વિગતો ગુગલ ફોર્મ દ્વારા મુખ્યાલયને મોકલવા સૂચના આપી છે. સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો માર્ગદર્શિકાનું ક્યાંય પણ ઉલ્લંઘન થશે તો સંબંધિત અધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં આવશે.