ઉત્તર પ્રદેશના સંભલના સીઓ અનુજ ચૌધરીએ મોહર્રમ અને કાંવડ યાત્રા અંગે નવું ફરમાન જાહેર કર્યુ છે. તેમણે આપેલા આદેશ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. તેઓએ મોહર્રમ અને કાવડ યાત્રા માટે જે ગાઇડલાઇન બહાર પાડી છે. તે હાલ ચર્ચાનો વિષય બની છે. અનુજ ચૌધરીએ જણાવ્યુ છે કે કોઇ નવો વ્યક્તિ આ વખતે તાજિયા નહી કાઢી શકે.


તાજિયા-કાવડ યાત્રા અંગે આદેશ

પોતાના નિવેદનો અને કાર્યવાહી માટે પ્રખ્યાત બનેલા ઉત્તર પ્રદેશના સંભલના સીઓ અનુજ ચૌધરી ફરીવાર ચર્ચામાં આવ્યા છે. આ વખતે તેઓએ મુસલમાનો સહિત હિન્દુઓને પણ આદેશ આપ્યો છે. મોહર્રમ અને કાવડ યાત્રા અંગે નવું ફરમાન જાહેર કર્યુ છે. આ ફરમાન સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યુ છે. અનુજ ચૌધરીએ જણાવ્યુ છે કે, આ વખતે મોહર્રમ પર કોઇ વૃક્ષ કાપવામાં નહી આવે. અને ન તો વીજળીના તાર હટાવવામાં આવશે. તેથી જુલુસ દરમિયાન તાજિયાની ઉંચાઇ યોગ્ય માપમાં જ રાખવી. 10 ફુટથી વધુ ઉંચાઇ રાખવામાં આવે તો તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

ફરી ચર્ચામાં અનુજ ચૌધરી

મોહર્રમ અને કાવડ યાત્રા તથા ગણેશ ઉત્સવને ધ્યાનમાં રાખીને પોલીસ અધિકારીઓની બેઠક યોજવામાં આવી હતી. અને તેમાં અનુજ ચૌધરીએ એક ગાઇડલાઇન બહાર પાડી હતી. તાજિયા માટેની ઉંચાઇ 10 ફુટ નક્કી કરવામાં આવી છે. તો આ તરફ કાવડ યાત્રા માટે આદેશ આપવામાં આવ્યો છે કે, ડીજેમાં મર્યાદિત અવાજ પર ગીત વગાડવાનું રહેશે. તહેવારના નામે અન્ય નાગરિકોને કોઇ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. 

  • Follow us on: