ચોમાસાએ દક્ષિણ-પશ્ચિમમાં 18 જૂને પ્રવેશ કર્યો ત્યારબાદથી પ્રદેશના અલગ-અલગ વિસ્તારમાં મૂશળધાર વરસાદનો માહોલ શરૂ થઈ ગયો છે. આજે 22 જૂને પ્રદેશનું હવામાન કેવું રહેશે તેને લઈને હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. IMDના અનુમાન પ્રમાણે ઉત્તર પ્રદેશના અનેક સ્થળો પર વિજળી સાથે વરસાદ થવાની સંભાવના છે. આ સિવાય પૂર્વિય ઉત્તર પ્રદેશના સ્થળો પર વરસાદ થવાની સંભાવના છે. 


હવામાન વિભાગ તરફથી એ પણ જણાવવામાં આવ્યું છે કે આજે પશ્ચિમી ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારોમાં મેઘ ગર્જનાની સાથે આકાશમાંથી વિજળી થવાની સંભાવના છે. તો ત્યાં 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે. આ સિવાય કેટલાક સ્થલોએ ભારે વરસાદની પણ આગાહી કરી છે. 

લખનૌમાં પારો 1 ડિગ્રી ઘટ્યો

આ સિવાય ચોમાસાની એન્ટ્રી પછી તાપમાનમાં પણ પરિવર્તન જોવા મળ્યું છે. પ્રયાગરાજ 28 ડિગ્રી સેલ, બહરાઈચ 28.4 ડિગ્રી સેલ્સિયલ, બરેલી 30 ડિગ્રી સેલ્સિયમ, ફુરસતગંજ 34 ડિગ્રી સેલ્સિયસ, ગોરખપુર 30 ડિગ્રી સેલ્સિયસ, ઝાંસી 26.4 ડિગ્રી સેલિસિયમ , લખનૌમાં 27 ડિગ્રી સેલ્સિયસ, અને મેરઠમાં 34.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. 

પ્રદેશમાં ચોમાસાની એન્ટ્રી બાદ ઘણી જગ્યાઓએથી ભારે વરસાદના સમાચાર સામે આવી રહ્યા છે. જેને જોતા હવામાન વિભાગે લોકોને સાવધની વર્તવાની અપીક કરી છે. 



  • Follow us on: