આગામી 24 કલાક દરમિયાન દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે 19 થી 22 જૂન દરમિયાન મધ્યપ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળના ગંગાના મેદાનો, બિહાર, ઝારખંડ, ઓડિશામાં વાવાઝોડા સાથે ભારે વરસાદ પડી શકે છે. 19, 22 અને 23 જૂને ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં અલગ-અલગ સ્થાનો પર ભારે વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગે આજે અને કાલ માટે ઓરિસ્સા અને ઝારખંડમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી
હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલી આગાહી મુજબ, આજે બિહારમાં ભારે વરસાદ પડશે. ઝારખંડમાં 19-20 જૂને મુશળધાર વરસાદ પડી શકે છે. 19-24 જૂન દરમિયાન, ગુજરાત, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડામાં મોટાભાગના સ્થળોએ હળવો થી મધ્યમ વરસાદ પડી શકે છે. 19 જૂને તમિલનાડુ, પોંડીચેરી, કરાઈકલ, કરેલ, લક્ષદ્વીપ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, યનમ, રાયલસીમા અને તેલંગાણામાં ઝરમર વરસાદના એંઘાણ છે.
24 જૂન સુધી રહેશે વરસાદ
હવામાન વિભાગે જણાવ્યું હતું કે જૂન દરમિયાન ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, પૂર્વીય રાજસ્થાનમાં અલગ અલગ સ્થાન પર ભારે વરસાદની સંભાવના છે. 22 એ જમ્મુ-કાશ્મીર, લડાખ, બાલ્ટિસ્તાન, મુજ્જફરાબાદ તો 20-30 જૂન દરમિયાન હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢમાં વરસાદની સંભાવના છે. આવનારા બે દિવસો દરમિયાન મધ્ય ભારતમાં મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસ ઘટવાની સંભાવના છે અને તેના પછી કોઈ ફેરફાર થશે નહીં.
યુપીમાં ચોમાસાની શરૂઆત
ઉત્તર પ્રદેશમાં ચોમાસાના આગમન બાદ ભારે વરસાદ શરૂ થયો છે. હવમાન વિભાગે જણાવ્યું હતું કે ચોમાસુ બુધવારે મોટા ભાગે ઉત્તર પ્રદેશના દક્ષિણ વિસ્તારોમાં પહોંચી ગયું છે, જે 13 જૂનની પોતાની તિથી કરતા પાંચ દિવસ મોડુ પહોંચશે. આવનારા બે-ત્રણ દિવસોમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાના ઉત્તર પ્રદેશના અન્ય ભાગોમાં આગળ વધવા માટે અનુકુળ પરિસ્થિતિઓ છે.