દિલ્હી સહિત દેશના ઘણા રાજ્યોમાં ખૂબ ભયંકર ગરમી પડી રહી છે. આ વચ્ચે હવામાન વિભાગે ચોમાસાને લઈને મહત્વનું અપડેટ આપ્યું છે. આ અઠવાડિયામાં ફરી એક વખત દક્ષિણ-પશ્ચિમ મોન્સુન સિસ્ટમ સક્રીય થઈ રહી છે. ચોમાસુ સામાન્ય તિથીઓ કરતા પહેલા 25 જૂન સુધીમાં દિલ્હી સહિત ઉત્તર-પશ્ચિમ ભારતના મોટા ભાગના હિસ્સાને કવર કરી લેશે.  


ફરી એક્ટિવ થયુ ચોમાસુ

હવામાન વિભાગે જણાવ્યું હતું કે ચોમાસુ ભારતમાં 21 થી પહેલા 24 મેના રોજ કેરળ પહોંચ્યું હતું. અરબ સાગર અને બંગાળની ખાડીમાં આવેલા દબાણને કારણે ચોમાસુ આવનારા થોડા દિવસોમાં ઝડપથી આગળ વધ્યું અને 29 મે સુધીમાં મુંબઈ સહિત મધ્ય મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં પહોંચ્યું હતું. જો કે આ 28-29 મે થી 10-11 જૂન સુધી રોકાયું. જો કે ચોમાસું હવે ફરી એક વખત સક્રિય થઈ ગયું છે. 

હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે હવે ચોમાસુ મધ્ય અને પૂર્વ ભારતના અમુક ભાગોમાં અને ઉત્તર - પશ્ચિમ ભારતના કેટલાક ભાગોમાં 18 જુન સુધી કલર કરી લે તેવી સંભાવના છે. 19 જૂનથી 25 જૂનની વચ્ચે ભારતના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસુ પહોંચી જશે. 

હવામાન વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે 27 જૂનની સામાન્ય શરૂઆત તિથી પહેલા ચોમાસુ 22-23 જૂન સુધી દિલ્હી પહોંચવાની આશંકા છે. 


  • Follow us on: