ભારતીય હવામાન વિભાગે 21 જૂને દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે. જો કે દેશના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદનું આગમન થતા લોકોને રાહત મળી છે. પરંતું રાજસ્થાનના ઘણા એરિયામાં ગરમીનો માહોલ છે. શનિવારે ગંગાનગર દેશનું સૌથી ગરમ શહેર હતું. જેનું મહત્તમ તાપમાન 42.8 ડિગ્રી નોંઘવામાં આવ્યું હતું. આ સિવાય સૂરતગઢ અને જેસલમેરમાં પણ બપારો 40 ડિગ્રીને પાર થઈ ગયો હતો. આ તમામ વચ્ચે હવામાન વિભાગે પૂર્વોત્તર રાજ્યો અને મધ્ય પ્રદેશ તેમજ ઉત્તર પ્રદેશના ઘણા એરિયામાં વરસાદની ચેતવણી આપતા ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું.
દિલ્હીમાં યલો એલર્ટ, હવા સાફ થઈ
દિલ્હીમાં તોફાન અને વરસાદ વચ્ચે યલો એવલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. અહીં શુક્રવારે ગયા વર્ષ સપ્ટેમ્બર પછી સૌથી વધુ સ્વચ્છ હવા નોંધાઈ છે. વાયુ ગુણવત્તા સૂચક આંક સતત ચોથા દિવસે સંતોષજનક શ્રેણીમાં રહ્યો. કેન્દ્રિય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અનુસાર સાંજે ચાર વાગ્યે વાયુ ગુણવત્તા સૂચક આંક 75 રહ્યો જે સંતોષજનક શ્રેણીમાં આવે છે.
હિમાચલ પ્રદેશમાં વરસાદને કારણે ભૂસ્ખલન
હિમાચલ પ્રદેશના જુદા-જુદા વિસ્તારોમાં થયેલા વરસાદને કારણે શુક્રવારે ઘણા વિસ્તારોંમાં લેન્ડસ્કેપની ઘટના સામે આવી હતી. સ્થાનીય હવામાન વિજ્ઞાન કેન્દ્રએ રાજ્યના અમુક વિસ્તારોમાં 22, 23, 25 અને 26 જૂને અતિ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ્ધિકારીઓએ જણાવ્યું હતું કે ભૂસ્ખલનને કારણે વાહન વ્યવ્હાર ખોરવાયો છે અને ઘણી શાળાઓમાં પાણી પણ ભરાયા છે.
નાહનમાં સૌથી વધુ વરસાદ
રાજ્યમાં સૌથી વધુ વરસાદ નાહનમાં 84.7 મિમી નોંધાયો છે. આ પછી પંડોહમાં 35 મિમી, સ્લૈપરમાં 26.3 મિમી, સરાહનમાં 20.5 મિમી, પાંટા સાહિબમાં 19.8 મિમી, જોગિન્દરનગરમાં 19 મિમી, પચ્છાદમાં 17.2 મિમી અને ગોહરમાં 15 મિમી વરસાદ નોંધાયો છે. સુંદરનગર, શિમાલા અને કાંગડામાં વિજળી સાથે વરસાદ નોંધાયો