ઉત્તર પ્રદેશના વાતાવરણમાં પલટો આવ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી સતત વરસાદ વરસવાથી તાપમાનમાં ઘટાડો નોંઘાયો છે અને લોકોને ગરમીમાં રાહત મળી છે. યુપીમાં હવે ચોમાસાની અસર જોવા મળી છે. પ્રદેશના ઘણા વિસ્તારમાં મંગળવારે ધીમા ધીમા વરસાદની આગાહી કરવામાં આવી છે. આવનારા થોડા દિવસો સુધી સતત વરસાદની આગાહી કરી છે. ઘણા વિસ્તારોમાં મેઘ ગર્જના અને વિજળી સાથે ભારે વરસાદનું એલર્ટ છે. 


હવામાન વિભાગે પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં મોટા ભાગે વિજળી સાથે વરસાદ પડવાની સંભાવના છે. આ દરમિયાન ઘણી જગ્યાએ મેઘ ગર્જના સાથે 40-50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. આ સાથે યુપીમાં ભારે વરસાદ વરસશે. સવારથી જ આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા છે. 

દક્ષિણ પશ્ચિમમના ઘણા રાજ્યોમાં ચોમાસુ શરૂ થઈ ગયું છે. ઘણા પશ્ચિમી રાજ્યો જેવા કે મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાત અને ગોવામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  હવામાન વિભાગે ભારે વરસાદને જોતા મહારાષ્ટ્રના ઘણા જીલ્લાઓ જેવા કે મુંબઈ, પુણે, સતારા અને રાયગઢમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ છે. ઉત્તર ભારતમાં આવનારા 3 થી 4 દિવસોમાં ચોમાસુ શરુ થઈ જશે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે આવનારા 24 કલાકમાં દિલ્હી-એનસીઆરમાં ભારે વરસાદ અને તોફાન સાથે વરસાદ વરસવાની સંભાવના છે. 

હવામાન વિભાગે જણાવ્યું હતું કે ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી અને આસપાસના વિસ્તારોમાં એક સાયક્લોન સરક્યુલેશન જોવામાં આવ્યું છે. આ દક્ષિણ-પશ્ચિમ દિશા તરફ ઝુકેલું છે. જેના કારણે ઉત્તરના આંધ્રપ્રદેશ તટ પર અસ્થિરતા ઉભી થઈ છે. કોંકણના કેટલાક વિસ્તારોમાં ખાસ કરીને દક્ષિણી ભાગો જેવા કે ગોવા અને કર્ણાટકમાં આવનારા બે થી ત્રણ દિવસ સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.  








  • Follow us on: