રાજ્યમાં આજે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે, હવામાં આવતા ભેજના કારણે વરસાદની શક્યતા રહેલી છે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામા આવી છે, ગીર સોમનાથ,અમરેલી, ભાવનગર, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજસ્થાનમાં કેવુ રહેશે હવામાન
રાજસ્થાનમાં ભયંકર ગરમી પડી રહી છે અને લૂ ફેંકાઇ રહી છે. પૂર્વી રાજસ્થાનમાં લૂની ચેતવણી આપવામાં આવી છે. આગામી 3-4 દિવસમાં હવામાન સુકુ રહેશે. હવામાન વિભાગ અનુસાર 9થી 12 જૂન સુધી રાજ્યના તટીય વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે.
કચ્છના દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 7 દિવસ રાજયમાં વરસાદની આગાહી કરાઈ છે, દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે, બીજી તરફ ઉત્તર ગુજરાત અને ઉત્તર મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
12 જૂનથી ભારતમાં ધીરે ધીરે ચોમાસાનું થશે આગમન
હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ભારત અને પૂર્વોત્તર રાજ્યમાં 12 જૂનથી ભારે વરસાદની સંભાવના છે. આવનારા 7 દિવસ દરમિયાન પૂર્વો્તર ભારતના અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. જ્યારે 10-13 જૂન દરમિયાન અરુણાચલ પ્રદેશ, અસમ અને મેઘાલયમાં તથા 11-13 જૂન દરમિયાન નાગાલેન્ડ, મણિપુર, મિજોરમ અને ત્રિપુરામાં વરસાદ વરસી શકે છે.