દિલ્હી એનસીઆરમાં ગરમીનો પ્રચંડ પ્રકોપ શરૂ થઇ ગયો છે. આગામી થોડા દિવસોમાં તાપમાન 45ને પાર જાય તો નવાઇ નહી, પહાડો પર હવામાન સામાન્ય છે. યુપીમાં પ્રી-મોન્સુને દસ્તક આપી દીધી છે. રાજસ્થાનમાં લૂ અને ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. IMDએ આ રાજ્યમાં લૂનું એલર્ટ આપ્યુ છે.


કર્ણાટક, કેરળ અને તમિલનાડુમાં કેવુ રહેશે હવામાન

કર્ણાટક, કેરળ અને તમિલનાડુમાં કેટલાક ભાગમાં વરસાદની શક્યતા છે. સાથે બેગલુરૂ, મંગલુરૂ, ચેન્નઇ અને કોયંબતૂરમાં સારા વરસાદની શક્યતા છે.

યૂપી-બિહારમાં કેવુ રહેશે હવામાન

બિહાર અને ઉત્તરપ્રદેશમાં વાતાવરણમાં ફેરફાર થવાની શક્યતા છે. IMD અનુસાર રાજ્યના કેટલાક ભાગમાં સામાન્ય વરસાદની શક્યતા છે, જેમાં થોડી ગરમીથી રાહત મળી શકે છે તો યુપીમાં હવામાનમાં ફેરફાર થઇ શકે છે જેનાથી સોમાસાની શરૂઆત થઇ શકે છે.

રાજસ્થાનમાં કેવુ રહેશે હવામાન

રાજસ્થાનમાં ભયંકર ગરમી પડી રહી છે અને લૂ ફેંકાઇ રહી છે. પૂર્વી રાજસ્થાનમાં લૂની ચેતવણી આપવામાં આવી છે. આગામી 3-4 દિવસમાં હવામાન સુકુ રહેશે. હવામાન વિભાગ અનુસાર 9થી 12 જૂન સુધી રાજ્યના તટીય વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે.

ક્યારે બેસશે ચોમાસુ?

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 10 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસાની શક્યતા છે, જો કે હાલમાં ચોમાસુ એટલપ સક્રિય નહી થાય 12થી 15 જૂનની આસપાસ ચોમાસાની એન્ટ્રી થશે.

બિહાર ઝારખંડમાં કેવુ છે હવામાન

બિહારમાં આજે લોકોને ગરમીથી રાહત મળવાની આશા નથી. આજે મોડી રાત્રે વાતાવરણ પલટાશે. આવતી કાલથી વરસાદ ધમરોળશે. બિહારમાં ચોમાસુ 15 જૂને પહોચી જાય તેવી શક્યતા છે. આજથી 14 જિલ્લાઓમાં ગરમ પવન ફૂંકાશે સાથે વરસાદની શક્યતા છે કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે. 

  • Follow us on: