દેશમાં ક્યાંક ભયંકર ગરમી તો ક્યાંક વરસાદ ભૂક્કા બોલાવી રહ્યો છે. હાલ ગરમીથી રાહત મળવાની કોઇ શક્યતા નથી, કેમકે દિલ્હી એનસીઓર સહિક ઉત્તર પશ્ચિમ ભારતમાં 13 જૂન પછી વરસાદ થવાની શક્યતા છે. જો કે પૂર્વોત્તરના અને દક્ષિણ રાજ્યોમાં ચોમાસાનો વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે (IMD) એલર્ટ જાહેર કર્યુ છે.


હરિયાણા અને તેની આસપાસના વિસ્તારોમાં એક સાઇક્લોનિકલ સર્ક્યુલેશન તથા દક્ષિણ પૂર્વ હિમાચલ પ્રદેશ અને તેની આસપાસના ઉતરાખંડની ઉપર બીજી સાઇક્લોનીક સર્ક્યુલેશન થઇ રહ્યુ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થયુ છે. આથી પૂર્વી વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવી શકે છે.

ભયંકર આંધી અને તોફાન ધમરોળશે

હવામાન વિભાગે ઉત્તર પૂર્વ ભારતમાં વરસાદનું એલર્ટ આપ્યુ છે. પૂર્વોત્તર ભારતમાં આગામી 7 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે. અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલયમાં 11થી 14 જૂન સુધી નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં 09 થી 13 જૂન સુધી ભારે વરસાદ અને તોફાન રહેશે. ભયંકર વાવાઝોડુ ઉપડશે, આંધ્ર પ્રદેશ, કેરળ, આંધ્રપ્રદેશ, તેલંગણા. તમિલનાડુ, પોંડેચેરી, લક્ષ્યદ્વીપ, કર્ણાટકમાં આગામી 7 દિવસ ગાજવીજ સાથે વરસાદ પડશે. કર્ણાટકમાં 12 જૂનથી 50-60 કિમીની પ્રતિ કલાકની સ્પીડથી તોફાન આવવાની શક્યતા છે,

હીટવેવનું એલર્ટ

 ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં આગામી 3 દિવસ દરમિયાન તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્શિયસની વૃદ્ધિ થવાની શક્યતા છે. જો હીટવેવની વાત કરીએ તો પશ્ચ્મ રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં ભયંકર ગરમી અને લૂ રહેશે. જમ્મુ-કાશ્મીરના લદ્દાખમાં 9-10 જૂનથી પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હીમાં હીટવેવની સ્થિતિ રહેશે લોકોએ ગરમીમાં શેકાવા તૈયાર રહેવુ પડશે.

દિલ્હી એનસીઆરમાં કેવુ રહેશે હવામાન

દિલ્હી એનસીઆરમાં 24 કલાક દરમિયાન ન્યુનતનમ અને મહત્તમ તાપમાન 1 ડિગ્રી સેલ્શિયસની વૃદ્ધિ નોંધાશે, રાજધાનીમાં 40થી 41 ડિગ્રી અને 26થી 28 ડિગ્રી સેલ્શિયસ રહેશે. દિલ્હીના આસપાસના વિસ્તારોમાં આકાશમાંથી અગન વર્ષા થશે. ગરમ પવન ફૂંકાશે અને લૂના કારણે ગરમી અને બફારો થશે. 

  • Follow us on: